News Continuous Bureau | Mumbai
PM Shri KV Cantt Ahmedabad: અમદાવાદના પીએમ શ્રી કેવી કેન્ટના ધોરણ 7 થી 12ના 55 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકોએ 8 નવેમ્બર, 2024ના રોજ ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે SEP ફેસ્ટ 2024માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જેમ કે ગેસ અને તેલના વધતા ઉપયોગના કારણે પર્યાવરણના પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત તરફ પરિવર્તનની તાત્કાલિક જરૂરિયાતની જાગૃતિ માટે સમર્પિત હતો.

SEP ફેસ્ટ 2024માં ( PDEU SEP Fest 2024 ) રસપ્રદ ઇન્ટરેક્ટિવ સેશન, વિચારપ્રેરક પેનલ ચર્ચા, અને ઉર્જા પર આધારિત ક્વિઝનો સમાવેશ થયો હતો, જેનાથી વિદ્યાર્થીઓને પર્યાવરણના મુદ્દાઓ અને નવીનીકરણીય ઉર્જા ( Energy ) થકી શક્ય તકો અંગે પ્રેરણા મળી હતી. આ સત્રોમાં ભાગ લઈને વિદ્યાર્થીઓએ પર્યાવરણ અને ઉર્જા અંગેની તેમના જ્ઞાનમાં વધારો કર્યો હતો.

PDEUના ડિરેક્ટરે એક પ્રભાવશાળી સંદેશ આપ્યો, જેમાં તેમણે “માતૃભૂમિનો બચાવ” નવીનતાનો દ્રષ્ટિકોણ અને ભાવિ પેઢીઓ પ્રત્યેની જવાબદારીથી કાર્ય કરવાનું મહત્વ દર્શાવ્યું હતું. તેમના સંદેશે પ્રત્યેક વ્યક્તિની પ્રદૂષણ ઘટાડવામાં અને ઉર્જા સંરક્ષણમાં ( Energy Conservation ) ભૂમિકા પ્રત્યે જાગૃત થવા માટે પ્રેરણા આપી હતી.

આ સમાચાર પણ વાંચો: PM Modi Sundarlal Patwa: ભાજપને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સુંદરલાલ પટવાની આજે જન્મશતાબ્દી, PM મોદીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ.
PDEUના SEP ફેસ્ટ 2024નો આ પ્રવાસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક પ્રેરણાદાયી અને શૈક્ષણિક અનુભવ રહ્યો હતો, જેમાં તેમણે વૈશ્વિક ઉર્જા સંકટ વિશે જ્ઞાન મેળવ્યું હતું અને ટકાઉ પ્રથાઓ અપનાવવાની પ્રતિબદ્ધતા પ્રાપ્ત કરી હતી. આ મુલાકાતે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાંથી નવીનીકરણીય ઉર્જા તરફ બદલાવ અંગે જાગૃતિ વધારી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
