News Continuous Bureau | Mumbai
Ahmedabad Cyclothon : સ્વચ્છતા હી સેવા – 2024 અભિયાનના ભાગ રૂપે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણ વિશે જાગૃતિ વધારવાના હેતુથી સાયક્લોથોનનું ( Cyclothon ) આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ 28.09.2024ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ( Ahmedabad ) ખાતે યોજાયો હતો.

A cyclothon in Ahmedabad was held under the Swachhta Hi Seva-2024 campaign. More than 150 participants of all ages participated
સાયક્લોથોનમાં PIB, સહિત DoT, આવકવેરા, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, દૂરદર્શન, ઈન્ડિયા પોસ્ટ સહિત ભારત સરકારના વિવિધ વિભાગોની ભાગીદારી જોવા મળી હતી. તેમાં અમદાવાદના વિવિધ સાયકલિંગ સમુદાયોનો પણ સમાવેશ થતો હતો.

A cyclothon in Ahmedabad was held under the Swachhta Hi Seva-2024 campaign. More than 150 participants of all ages participated
સરદાર બ્રિજ, રિવરફ્રન્ટ (પશ્ચિમ)થી શરૂ થયેલો કાર્યક્રમ ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. બાપુના આશીર્વાદ લીધા બાદ રેલી રિવરફ્રન્ટ (ઈસ્ટ) થઈ સુભાષબ્રિજ થઈને અંતિમ બિંદુ સુધી ગઈ હતી. સ્વચ્છતા સંકલ્પ લેવા માટે CCA ગુજરાત ( CCA Gujarat ) ખાતે રેલી અધવચ્ચે જ રોકાઈ હતી. આ ઝુંબેશમાં 150થી વધુ સાયકલ સવારોએ ( Cyclists ) ભાગ લીધો હતો, જેમાં સ્વચ્છતા અને સ્વસ્થ અને હરિયાળા ભવિષ્યના સંદેશ સાથે પેડલિંગ કરવામાં આવ્યું હતું.

A cyclothon in Ahmedabad was held under the Swachhta Hi Seva-2024 campaign. More than 150 participants of all ages participated
આ સમાચાર પણ વાંચો : Global Innovation Index 2024: ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2024માં ભારત પહોંચ્યું 39મા સ્થાને, PM મોદીએ કરી આ સિદ્ધિની પ્રશંસા.
આ પ્રસંગે PIB દ્વારા સ્વચ્છતા અભિયાન ( Swachhata Hi Seva ) પ્રત્યેની જાગૃતતા કેળવવાનો પ્રયાસના ભાગરૂપે સુદર્શન આયંગર દ્વારા લિખિત ગાંધીજી અને સ્વચ્છતા-મહાત્માની પગદંડી પર બુક સહભાગીઓને આપવામાં આવી હતી.

A cyclothon in Ahmedabad was held under the Swachhta Hi Seva-2024 campaign. More than 150 participants of all ages participated
આ સાયક્લોથોનમાં તમામ ઉંમરના સહભાગીઓને આ આનંદથી ભરપૂર ઈવેન્ટમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર ફિટનેસ પર જ ધ્યાન આપવામાં આવતું ન હતું પરંતુ સાઈકલિંગ દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

A cyclothon in Ahmedabad was held under the Swachhta Hi Seva-2024 campaign. More than 150 participants of all ages participated
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

A cyclothon in Ahmedabad was held under the Swachhta Hi Seva-2024 campaign. More than 150 participants of all ages participated