World Meditation Day: અમદાવાદના વસ્ત્રાલ ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે સામૂહિક ધ્યાન શિબિર યોજાઈ

A mass meditation camp was held at Vastral, Ahmedabad, on the occasion of World Meditation Day

News Continuous Bureau | Mumbai

  • અમરાઈવાડીના ધારાસભ્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નાગરિકોએ ધ્યાન અને યોગાભ્યાસ કર્યો

સ્વસ્થ જીવનશૈલીના અભિન્ન અંગ તરીકે ધ્યાન અને યોગાભ્યાસને સ્થાન આપવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે.

યુનાઇટેડ નેશન્સ (UNO) દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદના વસ્ત્રાલ ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે સામુહિક ધ્યાન શિબિર યોજાઈ હતી.

આ સમાચાર પણ વાંચો  : Adani Foundation: સશક્ત ઉમરપાડા માટે અદાણી ફાઉન્ડેશનના સંકલિત પ્રયત્નો

અમરાઈવાડીના ધારાસભ્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નાગરિકો ધ્યાન અને યોગાભ્યાસમાં જોડાયા હતા. વસ્ત્રાલ સાઉથ ઝોનના રહીશોએ ગુજરાત યોગ બોર્ડના યોગસાધકો પાસેથી વિવિધ યોગાસનો તથા ધ્યાન પદ્ધતિનું માર્ગદર્શન મેળવી ધ્યાન અને યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા સંકલ્પ કર્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.