News Continuous Bureau | Mumbai
Bhuj Special Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 09473/09474 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલને ગાંધીધામ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ઉપરોક્ત ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
• 25મી ડિસેમ્બર, 2024ના રોજ ભુજથી ઉપડનારી ટ્રેન નંબર 09474 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ગાંધીધામ સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેન ગાંધીધામ સ્ટેશને 16:50 કલાકે આવશે અને 17:10 કલાકે ઉપડશે.
તેવી જ રીતે 26મી ડિસેમ્બર, 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 09473 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ ગાંધીધામ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેન ગાંધીધામ સ્ટેશને 22:45 કલાકે પહોંચશે અને 23:05 કલાકે ઉપડશે.
આ સમાચાર પણ વાંચો : Surat District: સુરત જિલ્લા પંચાયતના “પ્રોજેકટ કલ્પના” અંતર્ગત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આ ઔદ્યોગિક એકમોની લીધી મુલાકાત
ટ્રેન નંબર 09473 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09:55 કલાકે ઉપડશે અને અગાઉ સૂચિત 23:30 કલાક (તે જ દિવસે) ને બદલે બીજા દિવસે 00:30 કલાકે ભુજ પહોંચશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
Join Our WhatsApp Community