News Continuous Bureau | Mumbai
Ahmedabad: કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અંતર્ગત ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ( TRIFED ) દ્વારા શહેરના નવરંગપુરા સ્થિત અમદાવાદની ગુફા ખાતે ‘આદિ ચિત્ર’ પ્રદર્શન ( Adi Chitra exhibition ) યોજાયું હતું. જેનું ઉદ્દઘાટન આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના ( Kunvarjibhai Halpati ) હસ્તે કરાયું હતું. તા.6 ઓગસ્ટથી તા.11 ઓગસ્ટ સુધી શહેરીજનો આ પ્રદર્શનને નિહાળી શકશે.

‘Adi Chitra’ exhibition of traditional tribal painting held at Ahmedabad, city dwellers will be able to view the exhibition till this date.

‘Adi Chitra’ exhibition of traditional tribal painting held at Ahmedabad, city dwellers will be able to view the exhibition till this date.
આદિવાસીઓની કલા અને હસ્તકલા જીવંત રહે તથા સમયની સાથે વિકાસ પામે તેવા હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આવાં પ્રદર્શનો થકી આદિવાસી સમુદાયો ( Tribal communities ) આજીવિકા પણ કમાઈ શકે.

‘Adi Chitra’ exhibition of traditional tribal painting held at Ahmedabad, city dwellers will be able to view the exhibition till this date.
‘આદિ ચિત્ર’માં વિવિધ પ્રકારનાં ચિત્રો જેવા કે, મધ્યપ્રદેશના ગોંડ પેઇન્ટિંગ્સ, ઓડિશાના સૌરા પેઇન્ટિંગ્સ, મહારાષ્ટ્રના વારલી પેઇન્ટિંગ્સ, ગુજરાતના પિથોરા પેઇન્ટિંગ્સ જેવા અનેક પ્રકારના વિવિધ રાજ્યોના આદિવાસીઓએ કંડારેલાં ચિત્રો પ્રદર્શિત કરાયાં હતાં.

‘Adi Chitra’ exhibition of traditional tribal painting held at Ahmedabad, city dwellers will be able to view the exhibition till this date.
શહેરીજનો આગામી ૧૧ ઓગસ્ટ સુધી આ પ્રદર્શનને વિનામૂલ્યે નિહાળી શકશે તથા મનપસંદ ચિત્રોની આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખરીદી પણ કરી શકશે

‘Adi Chitra’ exhibition of traditional tribal painting held at Ahmedabad, city dwellers will be able to view the exhibition till this date.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.