News Continuous Bureau | Mumbai
Raghavji Patel: અમદાવાદના બાવળા ( Bavla ) ખાતે આવેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ (ઈ- રેડીએશન પ્લાન્ટ)ની કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી.એચ. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત દરમિયાન કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ( Raghavji Patel ) કહ્યું કે, અમદાવાદ ( Ahmedabad ) નજીક બાવળા ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં ૨૦ કરોડના ખર્ચે ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટની ( Gujarat Agro Radiation Processing Facility Unit ) સ્થાપના કરવામાં આવી હતી. આ ઈ -રેડિયેશન પ્લાન્ટને કારણે ગુજરાતના ફળો, ડુંગળી અને મસાલાની વિદેશોમાં નિકાસ ઝડપથી થઈ રહી છે. એટલું જ નહિ આ ઈ – રેડિયેડશન થવાને કારણે ફળો અને શાકભાજીનું આયુષ્ય વધે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

Agriculture Minister Shri Raghavjibhai Patel visited the E-Radiation Plant at Ahmedabad Bavla
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ચાલું વર્ષે અત્યાર સુધીમાં ૨ લાખ ૩ હજાર કિલો કેરીની ઈ- રેડિયેશન પ્રોસેસ ( E-Radiation Plant ) હાથ ધરીને નિકાસ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં કચ્છની કેરીનું પણ ઈ – રેડિયેડશન કરીને તેની નિકાસ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Saba azad: રિતિક રોશન ને ડેટ કરવું સબા આઝાદ ને પડ્યું ભારે! 2 વર્ષ થી આ વાત ને લઈને પરેશાન છે અભિનેત્રી
અત્રે ઉલ્લખનીય છે કે, વર્ષ ૨૦૨૨માં યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર-એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસ ( USDA-APHIS ) દ્વારા મંજૂરી મળતાં આ યુનિટ ગુજરાતનું સૌપ્રથમ અને દેશનું ચોથું USDA-APHIS સર્ટિફાઇડ ઈ-રેડિયેશન યુનિટ બન્યું છે. ગુજરાતનું આવું સૌપ્રથમ સરકારી યુનિટ છે

Agriculture Minister Shri Raghavjibhai Patel visited the E-Radiation Plant at Ahmedabad Bavla
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.