News Continuous Bureau | Mumbai
Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પર્યાવરણ સંરક્ષણ તથા ગ્લોબલ વોર્મિંગ સામેનાં ઇનોવેટિવ પગલાં રાષ્ટ્રીય સ્તરે ચર્ચાઈ રહ્યાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં અમદાવાદમાં મિશન મિલિયન ટ્રીઝ સહિતના પ્રયાસોને બિરદાવ્યા હતા.
એએમસી દ્વારા પર્યાવરણ બચાવવા અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા મુદ્દે શહેરીજનોમાં જાગૃતિ લાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો છે.
આ સમાચાર પણ વાંચો : Pension Adalat : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર આ તારીખે પેન્શન અદાલતનું આયોજન
શહેરના માનસી ચાર રસ્તા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંગલ યૂઝ પ્લાસ્ટિક નહીં વાપરવાના મુદ્દે એક સુંદર અને આકર્ષક સ્કલ્પ્ચર મૂકવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટિક થેલીની જગ્યાએ કાગળની થેલી અપનાવીને પર્યાવરણ બચાવવા યોગદાન આપીએ, તેવો સંદેશ લોકોને આપવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુકાયેલાં આ પ્રકારનાં સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.