Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad : મણિનગરમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ બાદ વધુ એક અકસ્માત, પોલીસ કર્મીને રિક્ષાચાલકે અડફેટે લીધા

અમદાવાદ જાણે અકસ્માતનગરી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા અમુક દિવસોમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. હચમચાવી દેનારા તથ્યકાંડ બાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. શહેરના મણિનગર વિસ્તારમાં બે દિવસ પહેલા જ એક યુવકે દારૂના નશામાં પૂરઝડપે કાર ચલાવી ઝાડના થડ સાથે અથડાવી હતી, જેથી તેની કાર પલટી મારી હતી.

Mumbai Miracle: Man Survives Fall from 10th Floor

Mumbai Miracle: Man Survives Fall from 10th Floor

News Continuous Bureau | Mumbai

Ahmedabad : અમદાવાદ જાણે અકસ્માતનગરી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા અમુક દિવસોમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. હચમચાવી દેનારા તથ્યકાંડ બાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. શહેરના મણિનગર વિસ્તારમાં બે દિવસ પહેલા જ એક યુવકે દારૂના નશામાં પૂરઝડપે કાર ચલાવી ઝાડના થડ સાથે અથડાવી હતી, જેથી તેની કાર પલટી મારી હતી. આ અક્સમાતમાં ઝાડ પાસેના બાંકડા પર બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ પોલીસે નશામાં ધૂત યુવકની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ હવે ફરી એકવાર મણિનગરમાં અકસ્માતનો બનાવ બન્યો છે. પોલીસ જવાનને રિક્ષાચાલકે અડફેટે લેતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Channel

પોલીસ જવાનને રિક્ષાચાલકે અડફેટે લીધા

અમદાવાદના મણિનગરમાં પોલીસ જવાન પર રિક્ષા ચઢાવી દેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 55 વર્ષીય રાજેન્દ્ર વસંતભાઈ પટેલ જે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, વહેલી સવારે પોલીસ સ્ટેશનની બહાર ઊભા હતા. ત્યારે અચાનક એક રિક્ષાચાલકે તેમણે અડફેટે લીધા હતા. રિક્ષાની ટક્કરથી રાજેન્દ્રભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાના કારણે તેમણે એલજી હોસ્પિટલમાં જ્યાર બાદ સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

આ સમાચાર પણ વાંચો : Manipur Violnce : મણિપુરના મોરેહમાં ટોળાએ ઘરોમાં આગ લગાવી, સુરક્ષા દળોની બસોને પણ નિશાન બનાવી

રિક્ષાચાલકની ધરપકડ, રિક્ષા જપ્ત કરાઈ

આ ઘટનાની જાણ થતા વહેલી સવારે મણિનગર પોલીસનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે રિક્ષાચાલકની રિક્ષા જપ્ત કરી તેની અટકાયત કરવામાં આવી હતી. પુછપરછમાં રિક્ષાચાલકનું નામ પરેશ દરજી હોવાનું ખુલ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad GPO Dak Adalat અમદાવાદ જીપીઓની ટપાલ સેવા અંગે ફરિયાદ છે? આ તારીખે યોજાશે ડાક અદાલત, સ્થળ પર જ થશે પ્રશ્નોનું નિરાકરણ
Ahmedabad Cyber Fraud Alert સાવધાન! ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYCના નામે સાઇબર ઠગોએ ₹31.77 લાખ પડાવ્યા
Ahmedabad Airport Ganja Seizure અમદાવાદ એરપોર્ટ પર ‘ડિહાઈડ્રેટેડ જામફળ’ના પેકેટમાં છુપાવેલો ગાંજો જપ્ત કસ્ટમ્સ વિભાગે દાણચોરીનો પર્દાફાશ કર્યો
Mumbai Bullet Train Earthquake Early Detection ભૂકંપ આવતાં જ આપોઆપ અટકી જશે બુલેટ ટ્રેન! ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૬ સ્થળોએ સિસ્મોમીટર મુકાશે
Exit mobile version