News Continuous Bureau | Mumbai
Ahmedabad Police: નાગરિકો વ્યાજખોરોની ( Usury ) ચુંંગાલમાં ફસાઇ ઘણીવાર જીવનભરની બચત, દાગીના અને મિલકત ગુમાવતા હોય છે. એટલું જ નહીં વ્યાજખોરોના અસહ્ય ત્રાસને કારણે આત્મહત્યાના બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે વ્યાજખોરીનું ચક્ર અટકે અને તેમાં ફસાયેલા નાગરિકોને ત્વરિત છુટકારો મળે તે માટે ( Ahmedabad ) અમદાવાદ શહેર પોલીસે અસરકારક પહેલ કરી છે. જેમાં ખોટી રીતે વ્યાજ વસૂલાત શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવવાની હિંમત આપવા તેમજ જરૂરિયાત ધરાવતા લોકોને વિશ્વસનીય સ્ત્રોત તરફથી ધિરાણ અપાવવા માટે આ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઝુંબેશ અને ધિરાણ માટે મેગા લૉન કાર્યક્રમનું ( Mega Lawn programme ) આયોજન થયું હતું.
શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.માલિકના અધ્યક્ષસ્થાને અને ઝોન-૪ના નાયબ પોલીસ કમિશ્નરશ્રી કાનન દેસાઈના માર્ગદર્શનમાં યોજાયેલા આ કાર્યક્રમમમાં આશરે ૪૫૦થી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી અનેક નાગરિકોને ધિરાણ માટે સ્થળ પર જ લોનની પ્રોસેસ ( Loan Interest ) કરાઈ હતી. આ ઉપક્રમથી અનેક નાગરિકો તણાવમુક્ત બન્યા હતા.
શહેર પોલીસના ઝોન૪ દ્રારા વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ તથા મેગા લોન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.જેમાં પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિક, તેમજ ઝોન ૪ ના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા ૪૫૦ જેટલી મોટી સંખ્યામાં લોકો હાજર રહેલ તેમજ AMCUCD વિભાગદ્રારા લોનની પ્રોસેસ સેમિનાર ખાતેજ રાખવામાંઆવી હતી. pic.twitter.com/oDWV6EBx7W
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) August 3, 2024
આ અવસરે પોલીસ કમિશ્નરશ્રીએ નાગરિકોને વ્યાજખોરીના કિસ્સામાં ભયમુક્ત બની ફરિયાદ કરવા તેમજ જરૂરિયાતના સમયમાં બેન્ક જેવી આધારભૂત જગ્યાએથી પરવડે તેવા વ્યાજ સાથે ધિરાણ મેળવવા સૂચવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: PM Vishwakarma Yojana: PM વિશ્વકર્મા યોજના કારીગરો અને 18 વેપારના કારીગરો કે જેઓ તેમના હાથ અને સાધનો વડે કામ કરે છે તેમને એન્ડ-ટુ-એન્ડ સહાય પૂરી પાડે છે
કાર્યક્રમમાં અમદાવાદ મનપાનો સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ કાર્યક્રમને સફળ ઝોન-૪ સમગ્ર પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી ‘પોલીસ પ્રજાનો મિત્ર’ હોવાની અનુભૂતિ કરાવી હતી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)