Site icon

Express Train: અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટણા સાપ્તાહિક એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Express Train: ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ મંડલ પર પ્રયાગરાજ સ્ટેશનના મુખ્ય ઉન્નતીકરણ કાર્ય માટે, પ્લેટફોર્મ નંબર 7 અને 8 બંધ રહેશે.

Ahmedabad-Darbhanga Antyodaya Express and Ahmedabad-Patna Weekly Express will run on diverted routes

Ahmedabad-Darbhanga Antyodaya Express and Ahmedabad-Patna Weekly Express will run on diverted routes

News Continuous Bureau | Mumbai

Express Train:  ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ મંડલ પર પ્રયાગરાજ સ્ટેશનના ( Prayagraj ) મુખ્ય ઉન્નતીકરણ કાર્ય માટે, પ્લેટફોર્મ નંબર 7 અને 8 બંધ રહેશે. પરિણામે, અમદાવાદ-દરભંગા અંત્યોદય સાપ્તાહિક એક્સપ્રેસ અને અમદાવાદ-પટણા સાપ્તાહિક એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા માર્ગ પર ચાલશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનોને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર 2 મિનિટનો અસ્થાયી વિરામ આપવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ 

Join Our WhatsApp Community
  1.  3 મે થી 7 જૂન 2024 સુધી અમદાવાદથી ( Ahmedabad ) ચાલનારી ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ ( Ahmedabad-Darbhanga Antyodaya Express ) (6 ટ્રિપ) અમદાવાદથી તેના નિર્ધારિત માર્ગ માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસીને બદલે માણિકપુર-પ્રયાગરાજ છિવકી-વારાણસી થઈને દોડશે.
  2.  1 મે થી 5 જૂન 2024 સુધી દરભંગાથી ચાલનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ (6 ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુરને બદલે વારાણસી-પ્રયાગરાજ છિવકી-માણિકપુર ડાયવર્ટ કરેલા માર્ગ દ્વારા દોડશે.
  3.  28 એપ્રિલથી 9 જૂન 2024 સુધી અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ (
    Ahmedabad-Patna Weekly Express ) (7 ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસી- પંડિત દીનદયાળ ઉપાધ્યાય ને બદલે માણિકપુર-પ્રયાગરાજ છિવકી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય થઈને દોડશે.
  4.  30 એપ્રિલથી 11 જૂન 2024 સુધી પટનાથી ચાલનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ (7 ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ પંડિત દીનદયાળ ઉપાધ્યાય-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુરને બદલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય-પ્રયાગરાજ છિવકી-માણિકપુર થઈને દોડશે.

આ સમાચાર પણ વાંચો : Bride kidnapping: લગ્ન સમારોહમાં દુલ્હનનું અપહરણ કરવા આવ્યા લોકો, વરરાજા પર ફેંક્યો મરચા પાવડર; પછી શું થયું? જુઓ આ વીડિયોમાં..

મુસાફરો દોડવાના સમય, માર્ગ, સ્ટોપેજ અને ટ્રેનોની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો કયા જિલ્લામાં ક્યારે થશે મતદાન, સંપૂર્ણ વિગતો
Mumbai Mayor: મનસે કે ઠાકરે સેના; મુંબઈમાં કોણ બનશે મેયર? સંજય રાઉતે જણાવી વ્યૂહરચના
SMS Hospital Fire: જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં આગની ઘટના પર વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક, સોશિયલ મીડિયા પર કહી આવી વાત
Bihar Elections: આજે થઈ શકે છે બિહારમાં ચૂંટણીની તારીખોની જાહેરાત, સાંજે આટલા વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ
Exit mobile version