News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર રેલવેના લખનઉ મંડળમાં શાહગંજ સ્ટેશન યાર્ડ રિમોડલિંગ કામના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે પ્રમાણે છે :
Express Train: રદ્દ ટ્રેનો
- 27 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન ( Ahmedabad-Darbhanga Special Train ) રદ્દ રહેશે.
- 30 સપ્ટેમ્બર 2024 ના રોજ દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે.
Express Train: માર્ગ પરિવર્તિત ટ્રેનો
- 25, 27, 29 સપ્ટેમ્બર અને 02 ઓક્ટોબર 2024 ના રોજ અમદાવાદથી ( Ahmedabad ) ઉપડનારી ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-ગોંડા-ગોરખપુર-છપરાના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન દરિયાબાદ, રૂદૌલી, સોહાવલ, અયોધ્યા કેન્ટ, અયોધ્યા ધામ, ગોસાઈગંજ, અકબરપુર, માલીપુર, શાહગંજ, ખોરાસન રોડ, આઝમગઢ, મુહમ્મદાબાદ, મઊ, રસડા, બલિયા તથા સુરેમનપુર સ્ટેશનો પર નહીં જાય.
- 23, 25, 28, 30 સપ્ટેમ્બર અને 02 તેમજ 05 ઓક્ટોબર 2024 ના રોજ દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા છપરા-ગોરખપુર-ગોંડા-બારાબંકીના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન સુરેમનપુર, બલિયા, રસડા, મઊ, મુહમ્મદાબાદ, આઝમગઢ, ખોરાસન રોડ, શાહગંજ, માલીપુર, અકબરપુર, ગોસાઈગંજ, અયોધ્યા ધામ, અયોધ્યા કેન્ટ, સોહાવલ, રૂદોલી તથા દરિયાબાદ સ્ટેશનો પર નહીં જાય.
- 23 સપ્ટેમ્બર 2024 ના રોજ દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ( Darbhanga-Ahmedabad Special ) પરિવર્તિત માર્ગ વાયા છપરા-ગોરખપુર-ગોંડા-બારાબંકીના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન શાહગંજ અને અયોધ્યા ( Ayodhya ) કેન્ટ સ્ટેશનો પર નહીં જાય.
આ સમાચાર પણ વાંચો : Chess Olympiad 2024 : ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો ડબલ ધમાકો, પુરુષ-મહિલા ટીમે પહેલી વાર જીત્યો ગોલ્ડ; રચી દીધો ઇતિહાસ..
ટ્રેનોના રોકાણ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.