News Continuous Bureau | Mumbai
Ahmedabad International Book Festival 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૪’નો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) અમદાવાદ નેશનલ બુક ફેરમાંથી વિવિધ પુસ્તકો ખરીદ્યા હતા. મુખ્યમંત્રીએ મધર ઓફ ડેમોક્રેસી – ઇન્ડિયા, વેદ કલ્પતરુ, સામૂહિક હિત કા દીપ જલે (મન કી બાત @૧૦૦) અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત એક્ઝામ વોરીયર્સ ( Exam Warriors ) જેવા પુસ્તકો ડિજિટલ પેમેન્ટ વડે ખરીદ્યા હતા.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિદ્યાર્થીઓને ‘સમૃદ્ધ ભારત માટેના પાંચ વચન’નાં પ્રમાણપત્ર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત બુક ‘એક્ઝામ વોરિયર્સ’ બાળકોને આપવામાં આવી હતી.
આ પ્રસંગે અમદાવાદ ( Ahmedabad ) શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, શહેરના ધારાસભ્યઓ અમિતભાઈ શાહ, શ્રી હર્ષદભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, અમિતભાઈ ઠાકર, અમુલભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જ્હા, નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેન શ્રી મિલિંદજી તથા મ્યુનિ. કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ ( Ahmedabad International Book Festival 2024 ) ઉપસ્થિત રહ્યા હતા.
પુસ્તકો વ્યક્તિની દ્રષ્ટિને ખીલવે છે, તેને જીવનના વિવિધ પાસાઓ પર સાચી રીતે વિચાર કરતા શીખવે છે. ખરેખર, પુસ્તક વ્યક્તિના સાચા મિત્ર છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024 નો શુભારંભ કરાવ્યો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની પહેલ ‘વાંચે ગુજરાત’થી પ્રેરિત આ મહોત્સવ… pic.twitter.com/Fu1WKrhBcY
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 30, 2024
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં ૧૨ વર્ષથી ‘અમદાવાદ નેશનલ બુક ફેર’ ( Book Festival ) નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી યોજાયેલા ‘અમદાવાદ નેશનલ બુક ફેર’ના તમામ સંસ્કરણોને અમદાવાદ સહિત રાજ્યભરના પુસ્તકરસિકો અને સાહિત્યપ્રેમીઓનો અનેરો પ્રતિસાદ સાંપડ્યો છે.
આ સમાચાર પણ વાંચો : IFFI 2024 Vikrant Massey: IFFI 2024માં ભારતીય સિનેમામાં અસાધારણ પ્રદાન કરવા અભિનેતા વિક્રાંત મેસીનું કરવામાં આવ્યું સમ્માન, આપવામાં આવ્યો ‘આ’ એવોર્ડ..
હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત ૨.૦ ( Vanche Gujarat 2.0 ) અંતર્ગત ૩૦ નવેમ્બરથી ૮મી ડિસેમ્બર સુધી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટનો સહયોગ સાંપડતા અમદાવાદ નેશનલ બુક ફેર હવે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરીને પહેલી વખત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ તરીકે યોજાઈ રહ્યો છે.
આ સમગ્ર આયોજનમાં ૧૦૦થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, ૩૦૦થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત ૧૦૦૦થી વધુ પ્રકાશકોનાં પુસ્તકો સાથે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તકરસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બની રહેશે. આ સાથે ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાન ગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતના આકર્ષણો ઉપલબ્ધ રહેશે.
અમદાવાદ આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલની મુલાકાત લેવાનો સમય ચોક્કસ કાઢજો, અને બાળકોને તો ખાસ લઈ જજો. આ પ્રકારના મહોત્સવમાં તો નવી પેઢીનું ઘડતર થતું હોય છે.
આજના અવસરે, બાળકોને માનનીય મોદીજી દ્વારા લેખિત ‘એકઝામ વોરિયર્સ’ પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું. #AIBF2024#ExamWarriors pic.twitter.com/coNd7nMYGi
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 30, 2024
અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેન્માર્ક, સ્કોટલેન્ડ, સિંગાપોર, યુ.એ.ઈ. જેવા દેશોના વક્તાઓ તથા પ્રખ્યાત ગુજરાતી લેખકો શ્રોતાઓનું માર્ગદર્શન કરશે. જેમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, મોનિકા હલાન, રામ મોરી, ઇ. વી. રામાકિશન, સૌરભ બજાજ, વિલિયમ ડેલરિમ્પલ, ગિલેર્મો રોડ્રિગ્ઝ માર્ટિન, મોનિકા કોવાલેસ્કો-સુમોવ્સ્કા અને મેટ્ટ જ્હોન્સન જેવા ખ્યાતનામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાહિત્યકારો, લેખકો અને વક્તાઓ વિવિધ વિષયો પર શ્રોતાઓ સાથે સંવાદ સાધશે.
અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે, માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. https://forms.gle/craAgWAgEJRHhPcb7 લિંક પર રજિસ્ટ્રેશન કરીને બુક ફેસ્ટિવલ અંતર્ગત યોજાનારા વિવિધ સાહિત્યિક – સાંસ્કૃતિક કાર્યક્રમ નિઃશુલ્ક માણી શકાશે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra new CM: શું શિંદે અને ફડણવીસ સીએમની રેસમાંથી બહાર? આ નવા ચહેરા પર ચર્ચા શરૂ, અટકળોનું બજાર ગરમ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)