Ahmedabad Job Fair : રોજગારવાંચ્છુ યુવાનો માટે તક, રોજગાર કચેરી દ્વારા અમદાવાદમાં ‘પાંચ દિવસીય રોજગાર મેળા’નું ભવ્ય આયોજન

Ahmedabad Job Fair : રોજગાર કચેરી અમદાવાદ ખાતે તા.21 એપ્રિલથી 25 એપ્રિલ, 2025 દરમિયાન સેકટર સ્પેસિફિક ભરતી મેળાનું આયોજન કરાયું છે, જેનો લાભ યુવાનોને મળશે.

by kalpana Verat
Ahmedabad Job Fair Grand organization of a 'Five-day Job Fair' in Ahmedabad by the Employment Office

News Continuous Bureau | Mumbai

Ahmedabad Job Fair :

  • આગામી તા.21 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન સેકટર સ્પેસિફિક ભરતી મેળાનું આયોજન
  • 100 જેટલી વિવિધ અગ્રગણ્ય કંપનીઓ દ્વારા રોજગારીની તક પ્રદાન કરાશે

 અમદાવાદ ખાતે મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા આગામી દિવસોમાં મોટા પાયે ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. રોજગાર કચેરી અમદાવાદ ખાતે તા.21 એપ્રિલથી 25 એપ્રિલ, 2025 દરમિયાન સેકટર સ્પેસિફિક ભરતી મેળાનું આયોજન કરાયું છે, જેનો લાભ યુવાનોને મળશે. આ ભરતી મેળામાં 100 જેટલી અગ્રગણ્ય વિવિધ કંપનીઓ યુવાનો માટે રોજગારીની તકો પ્રદાન કરશે.

તા.21 એપ્રિલથી 25 એપ્રિલ સુધી તબક્કાવાર વિવિધ કંપનીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તા.21 એપ્રિલના રોજ મેન્યુફેક્ચરિંગ તેમજ ઓટોમોબાઇલ સેકટર, તા.22 એપ્રિલના રોજ ફાર્માસ્યુટિકલ તેમજ હેલ્થકેર સેકટર, તા.23 એપ્રિલના રોજ બેન્કિંગ, ફાઇનાન્સ તેમજ ઇનસ્યુરન્સ સેકટર, તા.24 એપ્રિલના રોજ માર્કેટિંગ, સેલ્સ & સર્વિસ, જેમ્સ & જ્વેલરી સેકટર અને સિક્યુરિટી સર્વિસ તથા તા.25 એપ્રિલના રોજ આઇ.ટી. તેમજ ટેક્ષટાઈલ, હોટેલ & રેસ્ટોરન્ટ સેકટર દ્વારા યુવાનો માટે વિવિધ પદો પર રોજગારીની તકો પ્રદાન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Khichdi 3 Announced: હસવા માટે થઇ જાઓ તૈયાર, આવી રહી છે ખીચડી 3, જાણો ક્યારે જોઈ શકશો જે ડી મજેઠીયા ની ફિલ્મ

આ ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છૂક યુવાનો/ઉમેદવારોએ પોતાની લાયકાત અનુસાર ઉક્ત સેક્ટરને ધ્યાને લઈ પોતાનો બાયોડેટા અને આધારકાર્ડ સાથે રાખી તા.21 એપ્રિલથી 25 એપ્રિલ, 2025 દરમિયાન સવારે 11.00 વાગ્યે હાજર રહેવું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More