News Continuous Bureau | Mumbai
Ahmedabad Leads in Green Initiatives: અમદાવાદ શહેરે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. છેલ્લા ત્રણ વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જે શહેરના 12.5% વિસ્તારને ગ્રીન કવર માં ફેરવવામાં મદદરૂપ બન્યું છે
આ સમાચાર પણ વાંચો: Ahmedabad Metro :અમદાવાદ-ગાંધીનગર મેટ્રો હવે સચિવાલય સુધી, રવિવારથી આ સેવાનો પ્રારંભ થશે
‘મન કી બાત’ માં અમદાવાદની પ્રશંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ‘મન કી બાત’ કાર્યક્રમમાં અમદાવાદ ના વૃક્ષારોપણ અને જળસંચય માટેના પ્રયાસોની પ્રશંસા કરી.AMC દ્વારા ‘મિશન મિલિયન ટ્રીઝ’ ઝુંબેશ હેઠળ 83 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં 260થી વધુ અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે.
ગ્રીન કવર અને જળસંચય
વૃક્ષારોપણ અને જળસંચય ના પ્રયાસોથી શહેરનું ગ્રીન કવર 8.4% સુધી વધ્યું છે, અને સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા તળાવ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા પાણીની ઉપલબ્ધતા સુધારાઈ છે