News Continuous Bureau | Mumbai
Ahmedabad: જે લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમના માટે તમામ નિયમો નિષ્ફળ જાય છે. તેનું જીવંત ઉદાહરણ ગુજરાતમાં આ દિવસોમાં જોવા મળી રહ્યું છે. રાજ્યના પાટનગર અમદાવાદમાં ખોટી દિશામાં મુસાફરી કરતા વાહન ચાલકોને અટકાવવા માટે ટાયર કિલર સ્પીડ બમ્પ લગાવવામાં આવ્યા છે. આ બમ્પ્સનું કાર્ય એ છે કે જો કોઈ વાહન વિરુદ્ધ દિશામાંથી તેમની ઉપર જાય છે, તો તે વાહનનું ટાયર ફાટી જાય છે. જો કે આ બમ્પનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે અને વાહવચાલકો રોંગ સાઈડમાંથી કોઈ રોકટોક વિના પસાર થતા જોવા મળી રહ્યા છે.
જુઓ વિડીયો
View this post on Instagram
ટાયર કિલર બમ્પ તેના કામમાં નિષ્ફળ
રોંગ સાઇડ ચાલકોને અટકાવવા માટે અમદાવાદના રસ્તાઓ પર ઘણી જગ્યાએ ટાયર કિલર સ્પીડ બમ્પ લગાવવામાં આવ્યા છે. આ બમ્પ્સનું કાર્ય એ છે કે જો રોંગ સાઈડથી આવતું વાહન તેમની ઉપરથી જાય તો તે વાહનનું ટાયર ફાડી નાખે છે, અથવા તેને નુકસાન પહોંચાડે છે. આ બમ્પ્સમાં પોઇન્ટેડ ભાગ હોય છે જે હંમેશા ઉપર તરફ હોય છે. જ્યારે વાહન યોગ્ય દિશામાંથી આવે છે, ત્યારે તે નીચે દબાઈ જાય છે અને જ્યારે વાહન નીકળી જાય છે, ત્યારે તે ફરી ઉપર આવી જાય છે. જોકે આ પછી પણ વાહનચાલકો ટાયર કિલર બમ્પ પરથી રોંગ સાઈડમાં વાહનો કૂદાવવાનું જારી રાખ્યું. એનું કારણ છે કિલર બમ્પ પર બે ખિલા વચ્ચેની મોટી જગ્યા. જેના કારણે ટુ-વ્હીલર વાહનો આસાનીથી પસાર થઈ જતા હતા અને ટાયરને નુકસાન પણ થતું ન હતું.
આ સમાચાર પણ વાંચો : British East India Company: એક સમયે આ કંપનીએ ભારત પર કર્યું હતું રાજ, આજે તેના માલિક એક ભારતીય, વાંચો રોચક ઇતિહાસ..
હાઈકોર્ટે આપી હતી ટાયર કિલર બમ્પની સલાહ
ગુજરાત હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો અને ટાયર કિલર બમ્પ લગાવવાની સલાહ પણ આપી હતી. આ પછી અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ પાસેના સર્વિસ રોડ પર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રોંગ સાઈડ પર વાહન ચલાવવા માટે કેટલો દંડ છે
મોટર વાહન અધિનિયમ 2019માં સુધારા પછી, જો કોઈ ટુ-વ્હીલર વાહન ચલાવતા વ્યક્તિ રોડની ખોટી બાજુએ ડ્રાઇવિંગ કરતા પકડાય તો તેને 3 મહિનાની જેલની સાથે 500 થી 1000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.