News Continuous Bureau | Mumbai
Express Train: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનના ઉમરદશી સ્ટેશન પર ડબલિંગના કામના સંબંધમાં એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે તથા સાબરમતી એક્સપ્રેસ રેગ્યુલેટ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-
- 16 થી 18 એપ્રિલ 2024 સુધી, અમદાવાદથી ( Ahmedabad ) દોડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને જશે નહીં.
- 18 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરથી ( Gandhinagar ) દોડતી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન (
Gandhinagar Capital-Jammu Tawi Express Train ) મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને જશે નહીં.
- 19 એપ્રિલ 2024ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ( Jodhpur-Sabarmati Express ) પાલનપુર સ્ટેશન પર 30 મિનિટથી રેગ્યુલેટ (મોડી) કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Surat: સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક માટે ઉમેદવારી ફોર્મ વિતરણ શરૂ, એક જ દિવસમાં આટલા ફોર્મનું થયું વિતરણ
ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
