News Continuous Bureau | Mumbai
AICFB National Chess Championship : ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ્ડ દ્વારા આયોજિત અને મનપસંદ જીમખાના ક્લબ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રાયોજિત બીજી ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન, અમદાવાદના વસ્ત્રાપુર ખાતે શરૂ થઈ.

AICFB 2nd All India Chess Federation for the Blind National Team Chess Championship 2024 begins
ઉદ્ઘાટન સમારોહમાં ઇન્ટરનેશનલ માસ્ટર માનુષાએ અંધ ખેલાડીઓને વિનામૂલ્યે કોચિંગ આપીને ચેસમાં ( Chess ) કારકિર્દી બનાવવા માટે ખેલાડીઓને પ્રેરણા આપી હતી. બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના ( Blind People’s Association ) જનરલ સેક્રેટરી ડો.ભૂષણ પુનાનીએ ગુજરાત ચેસ એસોસિએશનના પ્રયાસોની સરાહના કરી હતી. ગુજરાત ચેસ એસોસિએશનના સેક્રેટરી વિરલ ત્રિવેદીએ એસોસિએશનની 11 વર્ષની પ્રગતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે 11 વર્ષ પહેલા માત્ર ચાર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સંસ્થાના સભ્ય હતા, આજે તેમની સંખ્યા વધીને 60 થઈ ગઈ છે. આ ચેમ્પિયનશિપમાં 16 રાજ્યોની 28 ટીમો ( AICFB National Chess Championship ) ભાગ લઈ રહી છે.

AICFB 2nd All India Chess Federation for the Blind National Team Chess Championship 2024 begins
આ સમાચાર પણ વાંચો : Digital Life Certificate: પોસ્ટ વિભાગે પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે કરી ‘આ’ વિશેષ વ્યવસ્થા, વરિષ્ઠ નાગરિકો માટે થશે ઉપયોગી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.