News Continuous Bureau | Mumbai
Amit Shah Waste to Energy Plant: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદને સ્વચ્છ બનાવવાની દિશામાં વધુ એક ભેટ ધરતા રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
અમદાવાદના પીપળજ ખાતે PPP ધોરણે તૈયાર કરાયેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ( Amit Shah Waste to Energy Plant ) તખ્તી અનાવરણ બાદ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રિબિન કાપી, બટન દબાવીને પ્લાન્ટને કાર્યાન્વિત કર્યો હતો. ત્યાર બાદ અમિત શાહે ( Amit Shah ) તેના વિવિધ વિભાગો અને કાર્યપ્રણાલી વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો પણ તેમની સાથે જોડાયા હતા.
आज अहमदाबाद के पीपलज गाँव के पास जिंदाल अर्बन वेस्ट मैनेजमेंट द्वारा स्थापित 15 मेगावाट वेस्ट-टू-एनर्जी प्लांट का उद्घाटन किया। ₹375 करोड़ की लागत से बना यह प्लांट प्रतिदिन 1,000 मीट्रिक टन वेस्ट को बिजली में बदलने की क्षमता रखता है। यह पूरे अहमदाबाद शहर के वेस्ट प्रबंधन को… pic.twitter.com/47H8LXjmDT
— Amit Shah (@AmitShah) November 1, 2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રોજેરોજ નીકળતા હજારો મેટ્રિક ટન કચરો પીરાણા ખાતે ડમ્પ કરવામાં આવે છે. આ કચરાના નિકાલ માટે હવે એક કદમ આગળ વધીને મ્યુનિ. દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે શરૂ કરવામાં આવેલો પ્લાન્ટ શહેરને સ્વચ્છ બનાવવાની સાથે વીજળી પણ ઉત્પન્ન કરી, પર્યાવરણને બચાવવાની દિશામાં યોગદાન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પીપળજ ખાતે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ સાથે મળીને શરૂ કરવામાં આવેલો આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દૈનિક ધોરણે ૧૦૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને ૧૫ મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે.
આ સમાચાર પણ વાંચો: DLC Campaign 3.0: પેન્શનરો માટે હાથ ધરાઈ રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0, અમદાવાદના આ સ્થળોએ શિબિરોનું આયોજન.
પ્લાન્ટમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આરડીએફ બેઈઝ માર્ટિન રિવર્સ ગ્રેટ ફાયરિંગ ટેક્નોલોજીની મદદથી બોઇલરમાં મ્યુનિસિપલ વેસ્ટ ઇન્સિનરેટ કરી ૬૫ TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે ટર્બાઈન મારફતે ૧૫ મેગા વોટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન કરવામાં આવશે, જે પાવરગ્રિડમાં સપ્લાય થશે. આ પ્લાન્ટ ( Waste to Energy Plant ) આશરે રૂ. ૩૭૫ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના આજના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ ( Ahmedabad ) શહેરનાં મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન, લોકસભા સાંસદ દિનેશભાઈ મકવાણા, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મ્યુનિ. કમિશનર શ્રી એમ.થેન્નારસન, મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો, જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)