Site icon

Amit Shah Waste to Energy Plant: આબોહવાને પ્રદૂષણરહિત બનાવવાની દિશામાં ગુજરાત સરકારનું આગેકદમ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ.

Amit Shah Waste to Energy Plant: આબોહવાને સ્વચ્છ અને પ્રદૂષણરહિત બનાવવાની દિશામાં ગુજરાત સરકારનું આગેકદમ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. ગુજરાત ના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ. અમદાવાદના પીપળજ ખાતે PPP ધોરણે શરૂ કરાયેલા પ્લાન્ટમાં દૈનિક ધોરણે ૧૦૦૦ મેટ્રિક ટન કચરાના નિકાલ થકી કલાકની ૧૫ મેગા વોટ વીજળી ઉત્પન્ન કરાશે. વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના લીધે શહેરમાંથી રોજેરોજ ઉત્પન્ન થતા હજારો મેટ્રિક ટન ઘન કચરાના નિકાલ થકી ઊર્જા ઉત્પાદન અને શહેરની સ્વચ્છતા વધવાનો બેવડો ફાયદો થશે

Amit Shah inaugurated the gujarat Waste to Energy Plant in Ahmedabad

Amit Shah inaugurated the gujarat Waste to Energy Plant in Ahmedabad

News Continuous Bureau | Mumbai

Amit Shah Waste to Energy Plant:  કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદને સ્વચ્છ બનાવવાની દિશામાં વધુ એક ભેટ ધરતા રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. 

Join Our WhatsApp Community

અમદાવાદના પીપળજ ખાતે PPP ધોરણે તૈયાર કરાયેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ( Amit Shah Waste to Energy Plant ) તખ્તી અનાવરણ બાદ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રિબિન કાપી, બટન દબાવીને પ્લાન્ટને કાર્યાન્વિત કર્યો હતો. ત્યાર બાદ અમિત શાહે ( Amit Shah ) તેના વિવિધ વિભાગો અને કાર્યપ્રણાલી વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો પણ તેમની સાથે જોડાયા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રોજેરોજ નીકળતા હજારો મેટ્રિક ટન કચરો પીરાણા ખાતે ડમ્પ કરવામાં આવે છે. આ કચરાના નિકાલ માટે હવે એક કદમ આગળ વધીને મ્યુનિ. દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે શરૂ કરવામાં આવેલો પ્લાન્ટ શહેરને સ્વચ્છ બનાવવાની સાથે વીજળી પણ ઉત્પન્ન કરી, પર્યાવરણને બચાવવાની દિશામાં યોગદાન આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પીપળજ ખાતે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ સાથે મળીને શરૂ કરવામાં આવેલો આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દૈનિક ધોરણે ૧૦૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને ૧૫ મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે.

આ સમાચાર પણ વાંચો: DLC Campaign 3.0: પેન્શનરો માટે હાથ ધરાઈ રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0, અમદાવાદના આ સ્થળોએ શિબિરોનું આયોજન.

પ્લાન્ટમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આરડીએફ બેઈઝ માર્ટિન રિવર્સ ગ્રેટ ફાયરિંગ ટેક્નોલોજીની મદદથી બોઇલરમાં મ્યુનિસિપલ વેસ્ટ ઇન્સિનરેટ કરી ૬૫ TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે ટર્બાઈન મારફતે ૧૫ મેગા વોટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન કરવામાં આવશે, જે પાવરગ્રિડમાં સપ્લાય થશે. આ પ્લાન્ટ ( Waste to Energy Plant ) આશરે રૂ. ૩૭૫ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના આજના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ ( Ahmedabad ) શહેરનાં મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન, લોકસભા સાંસદ  દિનેશભાઈ મકવાણા, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મ્યુનિ. કમિશનર શ્રી એમ.થેન્નારસન, મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો, જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version