85
Join Our WhatsApp Community
Road Under Bridge: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને માનનીય ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ ની ગરિમામયી ની ઉપસ્થિતિમાં 23 જાન્યુઆરી 2025 ના રોજ ડી-કેબિન, સાબરમતી ખાતે સાબરમતી-ખોડિયાર રેલખંડના લેવલ ક્રોસિંગ નંબર 243 પર નવનિર્મિત રોડ અંડર બ્રિજ (આરયૂબી)નું ઉદ્ઘાટન કર્યું.
આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ માહિતી આપી હતી કે અમદાવાદ મંડળ ના સાબરમતી-ખોડિયાર રેલ્વે રેલખંડના લેવલ ક્રોસિંગ નંબર 243 પર ડી-કેબિન, સાબરમતીમાં 11 કરોડ 31 લાખ રૂપિયા માં ખર્ચે 40 મીટર બેરલ લાંબા નવનિર્મિત રોડ અંડરબ્રિજનું ઉદ્ઘાટન માનનીય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું જે ડી-કેબિનને કાલિગામ સાથે જોડે છે. આનાથી ટ્રેનોની બહેતર સમયસરતામાં મદદ મળશે, રોડ ટ્રાફિકની કનેક્ટિવિટી ઝડપી બનશે અને રેલ્વે ક્રોસિંગ પર વાહનો રોકાવાની સમસ્યામાંથી રાહત મળશે .આ રોડ અંડર બ્રિજ શહેરના બંને ભાગો જેમ કે ચૈનપુરથી કાલીગામને સીમલેસ રીતે જોડતો સલામત માર્ગ છે અને આ રોડ અંડર બ્રિજના નિર્માણને કારણે અવિરત રોડ ટ્રાફિકને કારણે કાર્બન ઉત્સર્જન ઘટશે અને પર્યાવરણીય પ્રદૂષણ ઘટશે. આ વર્ષે, અમદાવાદ મંડળપાસે 30 બ્રિજ બનાવવાનો લક્ષ્યાંક હતો, જેમાંથી 24 પુલ બની ગયા છે અને આગામી બે મહિનામાં 6 બ્રિજ બનાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો :Mumbai Local Maga Block: લોકલ યાત્રી કૃપયા ધ્યાન દે… આ રેલવે લાઈન પર આજથી 3 દિવસનો ખાસ નાઈટ બ્લોક, 277 લોકલ ટ્રેનો થશે રદ…
આ પ્રસંગે અમદાવાદ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા સહિત મંડળના વરિષ્ઠ રેલવે અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.