Lok Sabha Elections: મતગણતરીના અનુસંધાનમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું

Lok Sabha Elections: મતગણતરી કેન્દ્રો પર મોબાઇલ સહિતના ઉપકરણો પર પ્રતિબંધ

by Hiral Meria
Announcement of Ahmedabad City Police Commissioner regarding counting of votes

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નું તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન કરવામાં આવેલ હોય જેની મત ગણતરી તા:૦૪/૦૬/૨૦૨૪ના રોજ અમદાવાદમાં ( Ahmedabad )  (૧) ગુજરાત કોલેજ એલિસબ્રિજ (૨) એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી ખાતે થનાર છે. આ મતગણતરી શાંતિપૂર્ણ રીતે અને સુમેળભર્યા વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જાહેર સલામતી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે જરૂરી છે. 

હું જી.એસ.મલિક ( GS Malik ) , પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪ના નં.૨)ની કલમ-૧૪૪થી મને મળેલ અધિકારની રુએ નીચે પ્રમાણે ફરમાવું છું.

(1) મત ગણતરી ( vote counting ) મથકની અંદર, કમ્પાઉન્ડમાં કે, મત ગણતરી મથકની ચારેય બાજુની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યકિતએ સેલ્યુલર/મોબાઇલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઇ વિજાણુ સાધનો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

(२) મતગણતરી મથકની અંદર, કમ્પાઉન્ડમાં કે, મતગણતરી મથકની ચારેય બાજુની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ પણ વ્યકિત વાહનો લઈ જઇ શકશે નહીં અથવા પાર્ક પણ કરી શકશે નહિ. વાહનોનો અર્થ પરિવહનના હેતુ માટે ઉપયોગમાં લઇ શકાય તેવા યંત્ર શકિતથી કે અન્ય રીતે ચાલતા કોઇ પણ પ્રકારના વાહનનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો: Yoga Summer Camp: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન

(3) મતગણતરી મથકની અંદર, કમ્પાઉન્ડમાં કે, મત ગણતરી મથકની ચારેય બાજુની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ પણ વ્યકિત બાકસ (માચીસ) લાઇટર, ગેસ લાઇટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજ સ્તુઓ લઇ જઇ શકશે નહિ કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.

Lok Sabha Elections: આ હુકમમાં નીચેના અપવાદ છે.

કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ અને મત ગણતરી મથક અને તેની આસપાસ ફરજ ઉપર મૂકેલ સલામતી કર્મચારીઓ તેમની વિધિસરની ફરજ દરમ્યાન સેલ્યુલર/મોબાઇલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટનો વગેરેનો ઉપયોગ કરી શકશે. આ જ પ્રમાણે ભારતના ચૂંટણી પંચે ( ECI ) નિમેલા નિરીક્ષકો અને મત ગણતરીની ફરજોનો હવાલો ધરાવતા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તેમની વિધિસરની ફરજ દરમ્યાન આવાં સાધનોનો ઉપયોગ કરી શકશે. આ હુકમ તા.૦૪/૦૬/૨૦૨૪ના કલાક ૦૦.૦૦થી મત ગણતરી પૂરી થાય ત્યા સુધી અમલમાં રહેશે.

Lok Sabha Elections: આ હુકમનો ભંગ કરનાર શખ્સ ભારતની સંહિતાની કલમ ૧૮૮ હેઠલ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ( Ahmedabad Commissionerate ) ફરજ બજાવતા સંયુક્ત/ અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પો.સ.ઈ. સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ- ૧૮૮ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે

આ સમાચાર પણ વાંચો: Janseva Kendra: અઠવાલાઈન્સના જનસેવા કેન્દ્ર ખાતે એજન્ટો દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ઉધના અને મજુરાના મામલતદારોએ કાયદેસરની કાર્યવાહી માટે ઉમરા પોલીસને રજૂઆત કરી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More