Lok Sabha Elections : અમદાવાદ જિલ્લામાં આજદિન સુધીમાં 2640 જેટલાં 85 વર્ષથી વધુ વયના, શતાયુ અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

Lok Sabha Elections : ફોર્મ-12 ડી ભરનારા 3477 જેટલાં 85 વર્ષથી વધુ વયના, શતાયુ અને દિવ્યાંગ મતદારો માટે પોતાના ઘરેથી મત આપી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ. અમદાવાદ જિલ્લામાં કુલ- 51,000થી વધારે 85 વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો તથા 30,730 દિવ્યાંગ મતદારો.

by Hiral Meria
As many as 2640 above 85 years old, handicapped and disabled voters voted at home by postal ballot till today in Ahmedabad district.

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Elections : ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં આગામી તારીખ 7 મી મે-2024ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે અમદાવાદ ( Ahmedabad ) જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  

As many as 2640 above 85 years old, handicapped and disabled voters voted at home by postal ballot till today in Ahmedabad district.

As many as 2640 above 85 years old, handicapped and disabled voters voted at home by postal ballot till today in Ahmedabad district.

લોકશાહી શાસન વ્યવસ્થામાં દરેક નાગરિકનો મત ખૂબ જ કીમતી હોય છે એટલે જ ચૂંટણી પંચ ( Election Commission ) દ્વારા 85 વર્ષથી વધુ વયના, શતાયુ અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો ઘેર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. એ માટે ફોર્મ-12 ડી ભરનારા 3477 જેટલાં 85 વર્ષથી ( Senior Citizen ) વધુ વયના, શતાયુ અને દિવ્યાંગ મતદારો ( Disabled voters ) માટે પોતાના ઘરેથી મત આપી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. આ મતદાન માટે તારીખ 24 એપ્રિલથી તંત્ર દ્વારા તેમના ઘરે ઘરે જઈ મત મેળવવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જેમાં આજ દિન સુધીમાં અમદાવાદ જિલ્લામાં કુલ-2640 જેટલાં 85 વર્ષથી વધુ વયના, શતાયુ અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી ( postal ballot ) મતદાન કર્યું છે. આ પ્રક્રિયા આગામી તારીખ 5 મે સુધી ચાલશે. આ ઉપરાંત જેમણે ફોર્મ-12 ડી નથી ભર્યું તેવા આ ઉંમરના તમામ મતદારો અને દિવ્યાંગ મતદારો મતદાન મથક પર જઈને પણ મતદાન કરી શકશે. આ મતદારો માટે મતદાન મથકો પર પણ સ્વયંસેવકો તથા વ્હીલચેરની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. 

As many as 2640 above 85 years old, handicapped and disabled voters voted at home by postal ballot till today in Ahmedabad district.

As many as 2640 above 85 years old, handicapped and disabled voters voted at home by postal ballot till today in Ahmedabad district.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં કુલ- 51,000થી વધારે 85 વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો નોંધાયેલા છે. વરિષ્ઠ અને શતાયુ મતદારોની વિગતવાર વાત કરીએ તો, સૌથી વધુ અમદાવાદ પશ્ચિમ લોકસભામાં 18,836 મતદારો 85+ વયના છે, જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભામાં 6580 મતદારો 85+ વયના છે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભામાં 16,831 મતદારો 85+ વયના છે. 

As many as 2640 above 85 years old, handicapped and disabled voters voted at home by postal ballot till today in Ahmedabad district.

As many as 2640 above 85 years old, handicapped and disabled voters voted at home by postal ballot till today in Ahmedabad district.

Lok Sabha Elections : અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 30,730 દિવ્યાંગ મતદારો છે. જે પૈકી 17,064 પુરુષ અને 13,662 મહિલાઓનો સમાવેશ થાય છે. 

લોકસભા મતક્ષેત્રમાં આવતા વિધાનસભાના વિસ્તારવાઈઝ આ સંખ્યાની વાત કરીએ તો, અમદાવાદ પશ્ચિમ લોકસભાના એલિસબ્રીજ વિધાનસભામાં 6962, અમરાઈવાડી વિધાનસભામાં 1720, દરિયાપુર વિધાનસભામાં 2082, જમાલપુર-ખાડિયા વિધાનસભામાં 1607, મણિનગર વિધાનસભામાં 2881, દાણીલીમડા વિધાનસભામાં 1908 અને અસારવા વિધાનસભામાં 1676 મતદારો 85+ વયના છે. 

As many as 2640 above 85 years old, handicapped and disabled voters voted at home by postal ballot till today in Ahmedabad district.

As many as 2640 above 85 years old, handicapped and disabled voters voted at home by postal ballot till today in Ahmedabad district.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Elections: ૧૯૫૧ ની લોકસભાની સામાન્ય ચૂંટણીના લેખા જોખા

અમદાવાદ પૂર્વ લોકસભાના વટવા વિધાનસભામાં 1166, નિકોલ વિધાનસભામાં 1013, નરોડા વિધાનસભામાં 1939, ઠકકરબાપાનગર વિધાનસભામાં 1182, અને બાપુનગર વિધાનસભામાં 1280 મતદારો 85+ વયના છે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભાના ઘાટલોડિયા વિધાનસભામાં 4005, વેજલપુર વિધાનસભામાં 4393, નારણપુરા વિધાનસભામાં 4162, સાબરમતી વિધાનસભામાં 2337 અને સાણંદ વિધાનસભામાં 1934 મતદારો 85+ વયના છે. 

As many as 2640 above 85 years old, handicapped and disabled voters voted at home by postal ballot till today in Ahmedabad district.

As many as 2640 above 85 years old, handicapped and disabled voters voted at home by postal ballot till today in Ahmedabad district.

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બે વિધાનસભા વિરમગામ અને ધંધુકા અમદાવાદ જિલ્લામાં આવે છે, જ્યારે ખેડા લોકસભા મતવિસ્તારમાં પણ સમાવિષ્ટ બે વિધાનસભા ધોળકા અને દસ્ક્રોઈ અમદાવાદ જિલ્લામાં આવે છે. આ ચાર વિધાનસભાની વાત કરીએ તો, વિરમગામ વિધાનસભામાં 2532 અને ધંધુકા વિધાનસભામાં 3330 મતદારો 85+ વયના છે. જ્યારે ધોળકા વિધાનસભામાં 1341 અને દસ્ક્રોઈ વિધાનસભામાં 1852 મતદારો 85+ વયના છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં 85 વર્ષથી વધુ વયના, શતાયુ અને દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર વ્યાપક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More