News Continuous Bureau | Mumbai
BIS Ahmedabad: ભારતીય માનક બ્યુરો (BIS)એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
ભારતીય માનક બ્યુરો (BIS) અમદાવાદ દ્વારા માનક મહોત્સવના ભાગરૂપે, 5મી ઓક્ટોબર 2024ના રોજ પાલનપુર, જિલ્લા બનાસકાંઠા ખાતે સ્ટેકહોલ્ડર્સ કોન્કલેવનું ( Stakeholders Conclave ) આયોજન કરવામાં આવ્યું હતું. હોટલ માધવી એરોમા સર્કલ પાલનપુર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના 150 પ્રતિભાગીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

BIS Ahmedabad organized a Stakeholder Conclave at Banaskantha as part of Manak Mohotsav on the occasion of World Standards Day
આ કાર્યક્રમની અધ્યક્ષતા પાલનપુરના ધારાસભ્ય(MLA) શ્રી અનિકેત ઠાકર અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વીસી અને જીઆઈડીસીના ચેરમેન શ્રી ગીરીશભાઈ જગાણીયા દ્વારા કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય કરીને અને માનક ગીતનું પ્રસારણ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
BISના નિદેશક અને પ્રમુખ સુમિત સેંગર અને અમદાવાદ બ્રાન્ચ ઓફિસે મહેમાનનું સ્વાગત કર્યું અને માનકીકરણ અને ગુણવત્તાના ( Indian standards ) મહત્વ વિશે ટૂંકમાં માહિતી આપી.

BIS Ahmedabad organized a Stakeholder Conclave at Banaskantha as part of Manak Mohotsav on the occasion of World Standards Day
આ સમાચાર પણ વાંચો : Anupama: સુધાંશુ અને મદલસા બાદ હવે આ મુખ્ય કલાકારે કીધું અનુપમા ને અલવિદા,તાજેતર માં જ શો માં કરી હતી એન્ટ્રી
શ્રી અનિકેત ઠાકરે માનકીકરણ અને ગુણવત્તા સભાન વાતાવરણના લક્ષ્યો સુધી પહોંચવામાં BISના મહત્વ પર પ્રકાશ પાડયો. તેમણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં BISની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. તમામ સહભાગીઓએ ગુણવત્તાની પ્રતિજ્ઞા લીધી હતી.

BIS Ahmedabad organized a Stakeholder Conclave at Banaskantha as part of Manak Mohotsav on the occasion of World Standards Day
કાર્યક્રમ બાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને માનક ગીતનું ગાન કરવામાં આવ્યું હતું.
BIS અમદાવાદના સંયુક્ત નિદેશક શ્રી વિપિન ભાસ્કરે BISની ( World Standards Day ) પ્રવૃત્તિઓ અને માનકીકરણ અને ગુણવત્તા સભાન વાતાવરણ નિર્માણમાં તેની ભૂમિકા વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. સત્ર પછી ડ્યુક પાઇપ ઇન્ડસ્ટ્રી, બાલારામ સિમેન્ટ અને બનાસ ડેરી તરફથી ટેકનિકલ લેક્ચર આપવામાં આવ્યું હતું. સંયુક્ત નિદેશક શ્રી રાહુલ પુષ્કરેસૌનો આભાર માન્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.