News Continuous Bureau | Mumbai
BIS Ahmedabad : ભારતીય માનક બ્યુરો ( BIS ) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ( Indian standards ) ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
BIS એ ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ અને સરકારી અધિકારીઓ માટે સમયાંતરે અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે જેથી અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓના વધુ અસરકારક અમલીકરણ માટે ગુણવત્તાની ખાતરી મળે.

BIS Ahmedabad organized a two-day capsule course for quality control personnel of PVC and HDPE industries
ભારતીય માનક બ્યુરો અમદાવાદ દ્વારા પીવીસી ( PVC Industries ) અને એચડીપીઈ ઉદ્યોગોના ( HDPE industries ) ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ માટે બે દિવસીય કેપ્સ્યુલ કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન 30મી અને 31મી જુલાઈ 2024ના રોજ BIS અમદાવાદની ઓફિસમાં કરવામાં આવ્યું હતું. BIS લાયસન્સ ધરાવતા પીવીસી અને એચડીપીઈ ઉદ્યોગોના ઉત્પાદકોના લગભગ 25 ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓએ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

BIS Ahmedabad organized a two-day capsule course for quality control personnel of PVC and HDPE industries
ભારતીય માનક બ્યુરો અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરએ તમામ સહભાગીઓને આવકાર્યા અને BIS, અમદાવાદ દ્વારા આયોજિત કેપ્સ્યુલ કોર્સ ( Capsule course ) વિશે ટૂંકમાં માહિતી આપી. તેમણે એ પણ માહિતી આપી હતી કે આ કેપ્સ્યુલ કોર્સ ઉદ્યોગના કર્મચારીઓને તેમના ઉત્પાદનની ગુણવત્તા જાળવી રાખવામાં મદદ કરશે.
ભારતીય માનક બ્યુરોના પ્રતિનિધિઓ દ્વારા ભારતીય માનક બ્યુરોની પ્રવૃત્તિઓ પર લેવામાં આવેલી તાજેતરની પહેલો ઉપર સંક્ષિપ્ત પ્રસ્તુતિ આપવામાં આવી હતી. પીવીસી અને એચડીપીઈ ઉદ્યોગો માટે માનકો અને નિરીક્ષણ અને પરીક્ષણની યોજના પર વિગતવાર રજૂઆત શ્રી વિપિન ભાસ્કર, ઉપ નિદેશક BIS દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને ઇન્ટરેક્ટિવ બનાવવા માટે માનકોને લગતી પ્રવૃત્તિઓ અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Jammu-Kashmir : મોદી સરકારની મોટી કાર્યવાહી, BSFના આ બે મોટા અધિકારીઓને હટાવાયા, કારણ છે ચોંકાવનારું
કાર્યક્રમના બીજા દિવસે, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી ( CIPET ) અમદાવાદ ખાતે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પરીક્ષણના વ્યવહારુ અનુભવ માટે પીવીસી અને એચડીપીઈ પરીક્ષણ માટે BIS માન્ય પ્રયોગશાળા છે. CIPETના ફેકલ્ટીઓએ માનકો મુજબ સમજાવ્યું અને પરીક્ષણ કર્યું. કાર્યક્રમ પછી CIPETના શિક્ષકો સાથે સહભાગીઓના વિસ્તૃત ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રમાણભૂત અને પરીક્ષણ પદ્ધતિઓ સંબંધિત ઘણી શંકાઓ અને પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

BIS Ahmedabad organized a two-day capsule course for quality control personnel of PVC and HDPE industries
ભારતીય માનક બ્યુરો અમદાવાદના ઉપ નિદેશક શ્રી વિપિન ભાસ્કરએ તમામ પ્રેક્ષકોને તેમની સક્રિય ભાગીદારી બદલ આભાર માન્યો હતો. તેમણે BISની અનુરૂપતા મૂલ્યાંકન યોજનાઓ દ્વારા આપણા દેશના ગુણવત્તા માળખાને જાળવવામાં ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Mega Block: મુંબઈગરાઓ, રવિવારે ઘરની બહાર નીકળતા પહેલા વાંચો આ સમાચાર; આ રૂટ પર રહેશે મેગાબ્લોક..