News Continuous Bureau | Mumbai
BIS Raid : બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, અમદાવાદના અધિકારીઓની ટીમ દ્વારા મેસર્સ એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, સર્વે નં. 815,833,814,816,817,818,819,820,821,822,828,831,832, ગૅલોપ્સ ઔદ્યોગિક પાર્ક-1, ગામ-રાજોડા, બાવલા, અમદાવાદ 27.03.2025ના રોજ BIS અધિનિયમ 2016 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ.બીઆઈએસ, અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરના નિર્દેશન હેઠળ એન્ફોર્સમેન્ટ દરોડા હાથ ધરવામાં આવ્યા હતાં.
દરોડા દરમિયાન, ઘરેલું ઉપયોગ માટે 563 ઇન્સ્યુલેટેડ ફ્લાસ્ક, ફૂડ પેકેજિંગ માટે 3536 એલ્યુમિનિયમ ફોઇલ, 779 ડોમેસ્ટિક સ્ટેનલેસ સ્ટીલ વેક્યૂમ ફ્લાસ્ક/બોટલ, 152 પ્લાસ્ટિક ફીડિંગ બોટલ, 613 ઇલેક્ટ્રિક રમકડાં અને 191 નોન-ઇલેક્ટ્રિક રમકડાં સહિત કુલ 5834 કન્ઝ્યુમર ગૂડ્ઝ ફરજિયાત બીઆઈએસ સ્ટાન્ડર્ડ માર્ક વિના સંગ્રહિત હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉત્પાદનો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ગુણવત્તા નિયંત્રણ આદેશો (ક્યુસીઓ) ના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. ભારત સરકાર દ્વારા અને આ આદેશો અનુસાર, આ ઉત્પાદનોને જરૂરી બીઆઈએસ સ્ટાન્ડર્ડ માર્ક વિના સંગ્રહિત, વેચી અથવા વિતરિત કરી શકાતા નથી. જપ્ત કરાયેલ ઉત્પાદનો, જે જરૂરી બીઆઈએસ સ્ટાન્ડર્ડ માર્ક વિના વેચવામાં આવી રહ્યા હતા, તેની કિંમત અંદાજે રૂ. 55 લાખ છે.
આ સમાચાર પણ વાંચો: Gujarat cattle welfare : ગુજરાતમાં ગો-સંવર્ધનનો આવ્યો નવયુગ! હવે પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટે ઉભી થશે કાયદાકીય વ્યવસ્થા..
ફર્મએ બીઆઈએસ એક્ટ 2016ની કલમ 17નું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું છે, જે યોગ્ય બીઆઈએસ સ્ટાન્ડર્ડ માર્ક વિના ક્યુસીઓ હેઠળ આવરી લેવામાં આવેલા માલના વેચાણ, સંગ્રહ અથવા વિતરણ પર પ્રતિબંધ મૂકે છે. આ કાયદામાં પ્રથમ ઉલ્લંઘન માટે બે વર્ષ સુધીની કેદ અથવા રૂ. 2 લાખ નો દંડ અથવા બંને, અનુગામી ઉલ્લંઘનો માટે રૂ. 5 લાખ દંડ, જે માલના મૂલ્યના દસ ગણા સુધી વધી શકે છે. આ જોગવાઈ હેઠળનો ગુનો ગુનાહિત છે અને બી. આઈ. એસ. ઉલ્લંઘન કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરશે.
ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ) જ્યારે-જ્યારે QCOના આવા દુરૂપયોગ/ઉલ્લંઘન વિશેની માહિતી પ્રાપ્ત/એકત્રિત કરવામાં આવે છે ત્યારે શ્રેણીબદ્ધ દરોડા પાડી રહ્યું છે, જેથી સામાન્ય ગ્રાહકોને આવી છેતરપિંડી અને આવી સામગ્રીના ઉપયોગથી ઉદ્ભવતા સંભવિત સુરક્ષા જોખમોથી બચાવી શકાય. ફરજિયાત પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવેલા BIS સ્ટાન્ડર્ડ માર્ક્સ વિનાના કોઈપણ ઉત્પાદનો અથવા ઉત્પાદનો પર BIS સ્ટાન્ડર્ડ માર્ક્સના દુરૂપયોગ વિશેની કોઈપણ માહિતી, પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ શાખા કચેરી, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ 380014 (ટેલિફોન 079-27540314) ને લખી શકે છે. આ ઉપરાંત તમે ઈમેલ દ્વારા ahbo@bis.gov.in or complaints@bis.gov.in અને BIS Care App પર પણ ફરિયાદ કરી શકો છો. માહિતી આપનારની ઓળખ કડક રીતે ગુપ્ત રાખવામાં આવશે. બીઆઈએસ તમામ ઉત્પાદકો, આયાતકારો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને બીઆઈએસ એક્ટ 2016ની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા વિનંતી કરે છે. ગ્રાહકોને BIS કેર એપ દ્વારા અથવા www.bis.gov.in ની મુલાકાત લઈને BIS પ્રમાણિત ઉત્પાદનોની અધિકૃતતાની ચકાસણી કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.