News Continuous Bureau | Mumbai
Bullet Train : મુંબઈ-અમદાવાદ-સાબરમતી વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet train project ) નું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, અમદાવાદ-સાબરમતી વચ્ચે સાબરમતી નદી પર બની રહેલા પુલના કાર્યએ હવે વેગ પકડ્યો છે. આ સંબંધમાં અમદાવાદ અને સાબરમતી વચ્ચેની રેલવે લાઇન હંગામી ધોરણે બંધ રહેશે. જેના કારણે ટ્રેન નંબર 19309/19310 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર અને અમદાવાદ ( Ahmedabad ) વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન ની વિગતો
- 15 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી, ટ્રેન નંબર 19309 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલના સ્થાને અમદાવાદથી ઉપડશે અને ગાંધીનગર કેપિટલ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 14 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી, ટ્રેન નંબર 19310 ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું, ચાંદીમાં પણ વધારો થયો.. જાણો 10 ગ્રામ સોનાના લેટેસ્ટ ભાવ.
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.