News Continuous Bureau | Mumbai
BIS Ahmedabad: ભારતીય માનક બ્યુરો ( BIS ) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
BIS અમદાવાદ દ્વારા 26-09-2024ના રોજ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA), અમદાવાદ ખાતે ખાદ્ય અને નાગરિક પુરવઠાના સરકારી અધિકારીઓ માટે માનકીકરણ અને ગુણવત્તાની ખાતરી પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

Bureau of Indian Standards in partnership with the SPIPA organized a one-day workshop on standardization and quality assurance
શ્રી વિપિન ભાસ્કર, વૈજ્ઞાનિક-ડી/ સંયુક્ત નિદેશકએ BISની વિવિધ પ્રવૃત્તિઓની સંક્ષિપ્ત ઝાંખી આપી હતી. સહભાગીઓને BIS વેબસાઇટ અને BIS કેર એપ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
શ્રી અજય ચંદેલ, વૈજ્ઞાનિક સી/ ઉપનિદેશક અનાજના સંગ્રહ અંગે પ્રેઝન્ટેશન આપ્યું. પ્રેઝન્ટેશન દરમિયાન તેમણે IS 6151: 1971 (સ્ટોરેજ મેનેજમેન્ટ કોડ), IS 5503: 2020 (અનાજ સંગ્રહ માટે સિલોસ માટેની સામાન્ય જરૂરિયાતો), IS 15000 (હેઝાર્ડ એનાલિસિસ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ્સ) અને IS 22000 ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ ( Food Safety Management System ) વિશે માહિતી આપી હતી.

Bureau of Indian Standards in partnership with the SPIPA organized a one-day workshop on standardization and quality assurance
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ખાદ્ય અને નાગરિક પુરવઠાના સરકારી અધિકારીઓને ( Government Officials ) તેમની પ્રવૃત્તિઓમાં કૃષિ ઉત્પાદન અને ઇનપુટ્સ અને HACCP અને FSMSના રોલના સંગ્રહ અને વ્યવસ્થાપન સંહિતા પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો હતો.
આ સમાચાર પણ વાંચો : Surat Garib Kalyan Mela: બારડોલીમાં સુરત જિલ્લા કક્ષાનો યોજાયો ગરીબ કલ્યાણ મેળો, લાભાર્થીઓને રૂ.૪૬ કરોડની સાધનસહાય અર્પણ કરી આ યોજનાઓના અપાયા લાભો.
શ્રી સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખ, BIS, અમદાવાદ એ આ તાલીમના મહત્વ અને આ ક્ષેત્રમાં માનકીકરણના મહત્વ પર ભાર મૂક્યો. SPIPA વરિષ્ઠ અધિકારીએ ફૂડ સપ્લાય ચેઇન અને સલામતી વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતીય માનકોની જરૂરિયાતો વિશે સહભાગીઓને સંબોધિત કર્યા.
શ્રી અજય ચંદેલે તેમની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન સૂચનો માટે તમામ શ્રોતાઓનો આભાર માન્યો હતો . તેમણે માહિતી આપી હતી કે આવા સૂચનો આપણા ભારતીય માનકોને વધુ મજબૂત બનાવે છે, જે અંતિમ વપરાશકર્તા અને હિસ્સેદારો બંનેને મદદરૂપ છે. માનકમાં જરૂરી ફેરફારોને સામેલ કરવા માટે BISની ટેકનિકલ કમિટી સાથે સંપર્ક કરવા માટે અને માનકો પરની ટિપ્પણીઓ, અમને અમારા ઈમેલ આઈડી : ahbo@bis.gov.in પર મોકલી શકાય છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.