Ahmedabad Railway: અમદાવાદ મંડળની ત્રણ પૅસેન્જર ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર

Ahmedabad Railway: પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયબદ્ધતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશથી મહેસાણા-પાટણ પૈસેન્જર

by Akash Rajbhar
Ahmedabad Railway અમદાવાદ મંડળની ત્રણ પૅસેન્જર ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર

News Continuous Bureau | Mumbai

Ahmedabad Railway: પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયબદ્ધતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશથી મહેસાણા-પાટણ પૈસેન્જર, પાટણ-મહેસાણા પૈસેન્જર, અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં 10 એપ્રિલ 2025 થી ફેરફાર કરવામાં આવ્યા છે. જેની વિગતો નીચે પ્રમાણે છે :

1. ટ્રેન નંબર 59483 મહેસાણા-પાટણ પૈસેન્જર, મહેસાણા થી 12:10 કલાકને બદલે 12:30 કલાકે ઉપડશે તથા 12:42 કલાકે ધીનોજ, 12:49 કલાકે સેલાવી, 12:56 કલાકે રણુજ, 13:02 કલાકે સંખઈ તથા 13:20 કલાકે પાટણ પહોંચશે.
2. ટ્રેન નંબર 59476 પાટણ-મહેસાણા પૈસેન્જર, પાટણ થી 16:40 કલાકને બદલે 16:25 કલાકે ઉપડશે તથા 16:31 કલાકે સંખઈ, 16:37 કલાકે રણુજ, 16:46 કલાકે સેલાવી, 16:53 કલાકે ધીનોજ તથા 17:15 કલાકે મહેસાણા પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : Global Skills Center: હવે સિંગાપોર જેવું કૌશલ્ય વિકાસ કેન્દ્ર મહારાષ્ટ્રમાં બનશે: મંત્રી લોઢા

3. ટ્રેન નંબર 79436 પાટણ-સાબરમતી ડેમૂ પાટણ થી 12:30 કલાકને બદલે 12:10 કલાકે ઉપડશે તથા 12:16 કલાકે સંખઈ, 12:22 કલાકે રણુજ, 12:30 કલાકે સેલાવી, 12:39 કલાકે ધીનોજ 13:00 કલાકે મહેસાણા 13.19 કલાકે આંબલિયાસણ, 13:30 કલાકે ડાંગરવા, 13:38 કલાકે ઝુલાસણ, 13:54 કલાકે કલોલ તથા 14.45 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેનનો કલોલ અને સાબરમતી વચ્ચે આગમન-પ્રસ્થાનનો સમય યથાવત રહેશે.

યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More