News Continuous Bureau | Mumbai
Bhupendra Patel Raksha Bandhan: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel) ગાંધીનગર ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી ગુજરાતની બહેનો સાથે કરી હતી.

CM Bhupendra Patel celebrated Raksha Bandhan with the sisters of Gujarat, this rakhi made by school girls became the center of attraction.
ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના પર્વની ( Raksha Bandhan ) ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીશ્રી સમક્ષ અમદાવાદના ભુયંગદેવ વિસ્તારમાં સ્થિત સાધના વિનય મંદિરની વિદ્યાર્થિનીઓએ ૧૪૦ ફૂટ લાંબી રાખડી રજૂ કરી હતી.

CM Bhupendra Patel celebrated Raksha Bandhan with the sisters of Gujarat, this rakhi made by school girls became the center of attraction.
ભગવદ્ ગીતાના ( Bhagavad Gita Shloka ) અઢાર અધ્યાયના અઢાર શ્લોક દર્શાવતી આ રાખડી ( Rakhi ) આકર્ષણનું કેન્દ્ર બની હતી.

CM Bhupendra Patel celebrated Raksha Bandhan with the sisters of Gujarat, this rakhi made by school girls became the center of attraction.
ભૂયંગદેવની સાધના વિનય મંદિરની ૨૦ વિદ્યાર્થિનીઓ અને ૩ શિક્ષકોએ મળીને ૪૫ મીટર કાપડ, ઉનના દોરામાંથી જાતે બનાવેલા ૩૬ બુટ્ટા, ૩૦૦ નંગ ઝૂમકા, ૩૦૦ નંગ નાની રાખડી, ગુંદર વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીને ૧૨ દિવસમાં આ આકર્ષક રાખડી ( Bhagavad Gita Rakhi ) બનાવી હતી.

CM Bhupendra Patel celebrated Raksha Bandhan with the sisters of Gujarat, this rakhi made by school girls became the center of attraction.
આ સમાચાર પણ વાંચો : Mumbai Underground Metro : મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો આ મહિના સુધીમાં સેવામાં આવશે? પ્રથમ તબક્કામાં આ 10 સ્ટેશનો હશે..
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂયંગદેવની સાધના વિનય મંદિરના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દ્વારા છેલ્લાં ૧૯ વર્ષથી જુદી જુદી થીમ પર રાખડી બનાવવામાં આવે છે. અગાઉ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘G-20’, ‘કોરોના વોરિયર્સ’, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ સહિતની જુદી જુદી થીમ પર રાખડી બનાવવામાં આવી હતી.

CM Bhupendra Patel celebrated Raksha Bandhan with the sisters of Gujarat, this rakhi made by school girls became the center of attraction.
શાળાના ટ્રસ્ટી શ્રી પંકજભાઈ પટેલ, ઇન.આચાર્ય શ્રી જગદીશભાઈ પટેલ અને નિયામક શ્રી રવીન્દ્રભાઈ પટેલે આ ભવ્ય રાખડી બનાવવા અને મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

CM Bhupendra Patel celebrated Raksha Bandhan with the sisters of Gujarat, this rakhi made by school girls became the center of attraction.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.