Community Urban Forest: અમદાવાદમાં ખુલ્યું કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ, મુળુભાઈ બેરાના હસ્તે કરાયું લોકાર્પણ; જાણો ખાસિયત

Community Urban Forest:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે 3200 વાર જગ્યામાં આ અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરાયું છે, જેમાં આશરે 2000 સ્થાનિક વનસ્પતિની પ્રજાતિઓ સામેલ છે.

by kalpana Verat
Community Urban Forest Community Urban Forest opened in Ahmedabad

News Continuous Bureau | Mumbai

  • મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરાયું*
  • AMC દ્વારા પીપીપી મોડેલ હેઠળ 2000 સ્થાનિક વનસ્પતિની પ્રજાતિઓ સાથે 3200 વાર જગ્યામાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયું*

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનના પ્રહ્લાદનગર ખાતે નવનિર્મિત કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે કરાયું હતું.

Community Urban Forest Community Urban Forest opened in Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે 3200 વાર જગ્યામાં આ અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરાયું છે, જેમાં આશરે 2000 સ્થાનિક વનસ્પતિની પ્રજાતિઓ સામેલ છે. 

Community Urban Forest Community Urban Forest opened in Ahmedabad

આ ઉપરાંત સ્પાઇડર લીલી, મોગરો, જાસૂદ, ગ્રીન-ટી, ફાઉન્ટેન ગ્રાસ, ચીકુ, જાંબુ, જામફળ, કલ્પવૃક્ષ જેવા છોડ પણ રોપવામાં આવ્યા છે તથા પક્ષીઓ માટે સિંગાપુરી ચેરી પણ ઉગાડવામાં આવ્યા છે.

Community Urban Forest Community Urban Forest opened in Ahmedabad

આ સમાચાર પણ વાંચો :  International Women’s Day : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’, 450 કરોડથી વધુની આપવામાં આવશે સહાય

આ અર્બન ફોરેસ્ટની વિશેષતા વિશે વાત કરીએ તો, અહીંનો રસ્તો ઇકો-ફ્રેન્ડલી કોંક્રિટ સાથે તૈયાર કરાયો છે. પક્ષીઓ માટે ખાસ તળાવ પણ બનાવાયું છે. વધુમાં અહીં વરસાદી પાણીના સંગ્રહ માટે પરિસરની અંદર ખંભાતી કૂવો તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે બાળકો માટે ફાર્મિંગ શીખવા સ્થળ બનાવાયું છે જેથી તેઓ હોમ ફાર્મિંગ પણ કરી શકે.

Community Urban Forest Community Urban Forest opened in Ahmedabad

આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, અમદાવાદ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની તથા મ્યુનિ. અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Community Urban Forest Community Urban Forest opened in Ahmedabad

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More