News Continuous Bureau | Mumbai
Dak Adalat : અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 26.06.2025ના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ GPOની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : World Oceans Day 2025: આવતીકાલે ૮મી જૂન:વિશ્વ મહાસાગર દિવસ, સુરત મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ મત્સ્ય લાભાર્થીઓને ત્રણ વર્ષમાં રૂ.૨.૮૭ કરોડની સાધન-સહાય આપી
આવી ફરિયાદો તારીખ 20.06.2025 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ GPO, અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ 20.06.2025 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતી વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.