Dak Adalat : ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં ડાક અદાલતનું આયોજન, ફરિયાદ મોલવાની આ છે અંતિમ તારીખ..

Dak Adalat : આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

by kalpana Verat
Dak Adalat Postal Department will be conducting the Dak Adalat on 26 march at Ahmedabad

News Continuous Bureau | Mumbai

Dak Adalat : ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ, અમદાવાદ મુખ્યાલય ક્ષેત્ર, સ્પીડપોસ્ટ ભવન, શાહીબાહ, અમદાવાદ-380004ની કચેરી ખાતે તા. 6.6.2025ના રોજ 11.00 કલાકે ડાકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

અમદાવાદ મુખ્યાલય ક્ષેત્રને લગતી ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રી આર એન ગાંધી, સહાયક નિદેશક ડાક સેવા (1), ફરિયાદ વિભાગ, પોસ્ટમાસ્ટર જનરલ, અમદાવાદ મુખ્યાલય ક્ષેત્ર, સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004ને તા. 2.6.2025 (સોમવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલી ફરિયાદ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો :  Kailash Mansarovar Yatra: 5 વર્ષ પછી ફરી શરૂ થઈ રહી છે કૈલાશ માનસરોવર યાત્રા, ભક્તોમાં ઉત્સાહ.. આ વખતે આટલા યાત્રાળુઓ લેશે ભાગ.. જાણો તમામ વિગતો 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More