News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર મંડળ ( Jaipur Mandal ) પર ગાંધીનગર સ્ટેશનના મેજર અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત ગાંધીનગર યાર્ડ કિમી 235/22-30 પર એર કોન્કોર્સ ગર્ડર લોન્ચીંગ કરવા માટે 9 જૂન 2024ના રોજ બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ મંડળથી ( Ahmedabad Mandal ) ઉપડતી કેટલીક ટ્રેનો ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:-
- 8 જૂન, 2024 ના રોજ, ભુજથી ઉપડતી ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ ( Bhuj-Bareilly Express Train ) તેના નિર્ધારિત રૂટ ફૂલેરા-જયપુર-અલવર-રેવાડીના બદલે ડાયવર્ટ કરાયેલા ફૂલેરા-રિંગસ -રેવાડી પરથી દોડશે અને આ ટ્રેનને રિંગસ, નીમ કા થાના અને નારનોલ સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
- 8 જૂન, 2024 ના રોજ, વારાણસીથી ઉપડતી ટ્રેન નંબર 19408 વારાણસી-સાબરમતી એક્સપ્રેસ ( Varanasi-Sabarmati Express Train ) તેના નિર્ધારિત રૂટ રેવાડી-અલવર-જયપુર-ફૂલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ રેવાડી-રીંગસ-ફુલેરા થઈને દોડશે અને આ ટ્રેનને રિંગસ, નીમ કા થાના, નારનોલ અને ફૂલેરા સ્ટેશન પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
- 8 જૂન, 2024 ના રોજ, પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર 20937 પોરબંદર દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ફુલેરા-જયપુર-અલવર-રેવાડીને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ ફુલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે અને આ ટ્રેનને રિંગસ, નીમ કા થાના અને નારનોલ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.
- 9 જૂન, 2024 ના રોજ, બરેલીથી ઉપડતી ટ્રેન નંબર 14321 બરેલી-ભુજ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ રેવાડી-અલવર-જયપુર-ફુલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ રેવાડી-રીંગસ-ફૂલેરા થઈને દોડશે અને આ ટ્રેનને નારનોલ, નીમ કા થાના અને રિંગસ સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: EPFO Rule Change: EPFOએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે PF ખાતાધારકના મૃત્યુ બાદ નોમિનીને સરળતાથી મળશે પૈસા..
ટ્રેનોના સ્ટોપેજ ( Train stoppage ) , સંરચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની વિઝીટ લઈ શકે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.