News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ મંડળના ટુંડલા-કાનપુર સેન્ટ્રલ સેક્શનના ગોવિંદપુરી સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે પાવર અને ટ્રાફિક બ્લોક લેવાને કારણે અમદાવાદ ( Ahmedabad ) મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો 8 નવેમ્બરથી 22 ડિસેમ્બર 2024 સુધી પરિવર્તિત માર્ગ પર દોડશે તથા આ ટ્રેનોને ગોવિંદપુરી સ્ટેશનને સ્થાને કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
Express Train: આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન સંખ્યા 22467 વારાણસી-ગાંધીનગર એક્સપ્રેસ ટ્રેનને ( Varanasi-Gandhinagar Express Train ) નિર્ધારિત માર્ગ વાયા ચંદારી-ગોવિંદપુરી ને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ચંદારી-કાનપુર સેન્ટ્રલ-ગોવિંદપુરીના માર્ગ પર ચલાવવામાં આવશે.
- ટ્રેન સંખ્યા 09458 દાનાપુર-અમદાવાદ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનને ( Danapur-Ahmedabad Festival Special Train) નિર્ધારિત માર્ગ વાયા ચંદારી-ગોવિંદપુરી-પનકી ધામને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ચંદારી-કાનપુર સેન્ટ્રલ-પનકી ધામના માર્ગ પર ચલાવવામાં આવશે.
- ટ્રેન સંખ્યા 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને ( Barauni-Rajkot Special Train ) નિર્ધારિત માર્ગ વાયા ચંદારી-ગોવિંદપુરી-પનકી ધામને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ચંદારી-કાનપુર સેન્ટ્રલ-પનકી ધામના માર્ગ પર ચલાવવામાં આવશે.
- ટ્રેન સંખ્યા 09526 નાહરલગુન-હાપા સ્પેશિયલ ટ્રેનને ( Naharlagun-Hapa Special Train ) નિર્ધારિત માર્ગ વાયા ચંદારી-ગોવિંદપુરી-પનકી ધામને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ચંદારી-કાનપુર સેન્ટ્રલ-પનકી ધામના માર્ગ પર ચલાવવામાં આવશે.
- ટ્રેન સંખ્યા 12946 બનારસ-વેરાવળ ટ્રેનને નિર્ધારિત માર્ગ વાયા ચંદારી-ગોવિંદપુરી-પનકી ધામને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ચંદારી-કાનપુર સેન્ટ્રલ-પનકી ધામના માર્ગ પર ચલાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Surat Municipality: સુરત મહાનગરપાલિકાએ શરૂ કર્યું ઉમદા અભિયાન, જૂના કપડાં કે રમકડાં છે? તેમને ફેંકો નહીં, આ નંબર પર કોલ કરીને આપો દાન.
મુસાફરો ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી મેળવવા માટે વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.