News Continuous Bureau | Mumbai
Competition :અમૃત સ્ટેશન સ્કીમ હેઠળ અમદાવાદ મંડળ ( Ahmedabad Mandal ) દ્વારા મંડળના કુલ 9 સ્ટેશન અમદાવાદ, વટવા, મણિનગર, ચાંદલોડિયા, મહેસાણા, સિદ્ધપુર, ઊંઝા, ભીલડી અને સમખિયાલી સ્ટેશનો પર કુલ 35 સ્કૂલોમાં ધોરણ 6થી 12 વયજૂથના (બે ગ્રૂપ – ધોરણ 6થી 8 અને ધોરણ 9થી 12)ના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ( Students ) માટે તા. 17-02-2024 અને તા. 18-02-2024ના રોજ નિબંધ તેમ જ ચિત્રકલા સ્પર્ધાનું ( art competition ) આયોજન કરવામાં આવ્યું. જેનો વિષય હતો ‘2047નું ભારત અને રેલ’/ “Developed India and Railway of 2047″ જેમાં કુલ 6980 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. એ તમામ વિદ્યાર્થીઓને પાર્ટિસિપેશન દિફ્ટ પણ આપવામાં આવી. તા. 26-02-2024ના રોજ ‘અમૃત સ્ટેશન સ્કીમ’ કાર્યક્રમ દરમિયાન તમામ સ્ટેશનો પર દરેક સ્કૂલના વિજેતાને પ્રથમ અને ત્રણ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, મેડલ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Share Market: શેરબજાર કકડભૂસ.. સેન્સેક્સ 400થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોના અધધ આટલા લાખ કરોડ સ્વાહા..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.