Ek Ped Maa Ke Naam : અમેરિકામાં પણ ‘એક પેડ મા કે નામ’ અભિયાનને મળ્યું સમર્થન, સ્વાતંત્ર્યસેનાની સ્વ. શ્રી ગોકળદાસ પટેલના પુત્ર શ્રી અશોકભાઈ આ અભિયાનમાં જોડાયા

Ek Ped Maa Ke Naam : અશોકભાઈએ તેમના માતા અને સ્વાતંત્ર્યસેનાની લલિતાબહેન ગો. પટેલની યાદમાં છોડ વાવ્યો. આ અભિયાનમાં સહભાગી થવું અમેરિકામાં વસતા ભારતીયો અને ગુજરાતીઓ માટે ગૌરવ સમાન : શ્રી અશોકભાઈ પટેલ

Even in America, the 'Ek Ped Maa Ke Naam' campaign got support, Freedom Sena's self. Mr. Ashokbhai, son of Mr. Gokaldas Patel, joined this campaign

News Continuous Bureau | Mumbai

Ek Ped Maa Ke Naam : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રિય વૃક્ષ વડની સંખ્યા વધારવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel )  માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી અભિયાન ‘એક પેડ મા કે નામ’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનને રાજ્ય અને દેશના સીમાડાઓને પેલે પાર વિદેશથી પણ સમર્થન મળી રહ્યું છે. 

Join Our WhatsApp Community
Even in America, the 'Ek Ped Maa Ke Naam' campaign got support, Freedom Sena's self. Mr. Ashokbhai, son of Mr. Gokaldas Patel, joined this campaign

Even in America, the ‘Ek Ped Maa Ke Naam’ campaign got support, Freedom Sena’s self. Mr. Ashokbhai, son of Mr. Gokaldas Patel, joined this campaign

 

મૂળ અમદાવાદના અને હાલમાં અમેરિકાના ડલાસ ખાતે સ્થાયી એવા સ્વાતંત્ર્યસેનાની દંપતી સ્વ. શ્રી ગોકળદાસ પટેલ અને સ્વ. શ્રી લલિતાબહેન પટેલના સંતાન શ્રી અશોકભાઈ પટેલે ( Ashok Patel ) મુખ્યમંત્રીશ્રીના પ્રકૃતિ પોષક અભિયાનને ડલાસથી સમર્થન આપ્યું છે. તેમણે ડલાસ સ્થિત તેમના નિવાસસ્થાને તેમના માતાની યાદમાં છોડ રોપી ( Tree Planting ) અમેરિકામાં વસતા તમામ ભારતીયો અને ગુજરાતીઓ આ અભિયાનમાં જોડવાનો સંકલ્પ લીધો છે. 

શ્રી અશોકભાઈ જણાવે છે કે, ભારતીય માટીની સુગંધ પ્રસરાવતા આવા અભિયાનોથી વિદેશની ધરતી પર ભારતીયો અને ગુજરાતીઓનું ગૌરવ વધે છે. જેથી અમેરિકામાં વસતા NRI અને NRG નાગરિકોને પણ તેમના માતાના સન્માનમાં આ અભિયાનમાં જોડવાનો અમારો સંકલ્પ છે. મુખ્યમંત્રીશ્રીનો આ પ્રકૃતિપોષક અભિગમ ખરેખર સ્તુત્ય છે. જેનાથી અમદાવાદ ( Ahmedabad ) સહિત સમગ્ર રાજ્યમાં ગ્રીન કવર વધશે અને સરવાળે નાગરિકોનું જીવનધોરણ સુધરશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

Even in America, the ‘Ek Ped Maa Ke Naam’ campaign got support, Freedom Sena’s self. Mr. Ashokbhai, son of Mr. Gokaldas Patel, joined this campaign

આ સમાચાર પણ વાંચો:  Parliament session : અમિતાભનું નામ સાંભળતા જ અધ્યક્ષ પર ફરી ભડક્યાં જયા બચ્ચન- કહ્યું, તમારો ટોન બરાબર નથી..; જાણો શું છે મામલો..

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી આઝાદીના આંદોલનમાં જોડાયેલા ગુજરાતીઓ પૈકી દંપતી શ્રી ગોકળદાસભાઈ અને લલિતાબહેન પ્રથમ પંક્તિમાં સામેલ હતા. શિક્ષણ અને સમાજ સુધારા માટે પણ તેમનું યોગદાન અનન્ય છે. જેને પગલે તેમના સુપુત્ર અશોકભાઈ અને સમગ્ર પરિવારને રાષ્ટ્રભાવના વરસામાં મળી છે, તેમ કહેવું જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય.

આમ, વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો થકી ‘એક પેડ મા કે નામ’  અભિયાન વસુધેવ કુટુંબકમની તર્જ પર દુનિયાભરમાં વિસ્તરી રહ્યું છે અને દુનિયાભરના નાગરિકોને પ્રેરણા આપી રહ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
FATF: પાકિસ્તાન હજી પણ રડાર પર! FATFએ કહી દીધું, ‘ટેરર ફંડિંગ કર્યું તો ફરી…’
Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
Exit mobile version