News Continuous Bureau | Mumbai
Express Train : નોર્થ ઈસ્ટર્ન રેલ્વેમાં ભટની-ઓરીહર સેક્શનના કીડિહરાપુર-બેલથરા રોડ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ માટે નૉન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ( Ahmedabad-Gorakhpur Express ) પરિવર્તિત માર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:-
26 જૂન 2024ના રોજ અમદાવાદથી ( Ahmedabad ) દોડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વારાણસી-મઉ-ભટની-ગોરખપુર ને બદલે પરિવર્તિત માર્ગ વાયા વારાણસી-શાહગંજ-અયોધ્યા કેન્ટ-ગોરખપુર ( Gorakhpur ) થઈને દોડશે. આ ટ્રેન મઉ, ભટની અને દેવરિયા સદર સ્ટેશને નહીં જાય.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૫ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે,મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.