Site icon

Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓની થશે હરાજી..

Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન- વેચાણ. સીટી ડે.કલેકટર(પશ્ચિમ)ની ગોતા સ્થિત કચેરીમાં ૧૮ જાન્યુઆરીથી તા.૨૦ જાન્યુઆરી દરમિયાન ચીજ વસ્તુઓ નિહાળી શકાશે. અંદાજીત ₹૨૫ લાખની કિંમતની ૮૫૦ જેટલી વસ્તુઓનું અનેરુ આકર્ષણ

Gujarat Chief Minister Bhupendra Patel received as a gift and kept in Toshakhana will be auctioned.

Gujarat Chief Minister Bhupendra Patel received as a gift and kept in Toshakhana will be auctioned.

News Continuous Bureau | Mumbai

Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ ( Gifts ) સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં  જમાં કરાવેલ ચીજવસ્તુઓ પ્રદર્શન ( Exhibition ) અને વેચાણ (  Auction ) અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સંદર્ભે અમદાવાદ ( Ahmedabad ) ખાતે તા.૧૮/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ના ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે. આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત ₹૨૫ લાખની કિંમતની ૮૫૦ જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવનાર હોવાનું સીટી ડે.કલેકટર(પશ્ચિમ) શ્રી ઉમંગ પટેલે જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ( Narendra Modi ) પોતાના કાર્યકાળ દરમિયાન તેમને વિવિધ કાર્યક્રમો કે પ્રવાસ દરમિયાન મળતી ભેટ સોગાદોને તોશાખાનામાં જમા કરાવીને તેના પ્રદર્શન અને વેચાણમાંથી થતી આવકનો વિવિધ લોકહિત અને જનકલ્યાણના કાર્યોમાં ઉપયોગ કરવાની ઉમદા પહેલ અમલમાં મૂકી હતી. તેમની આ પહેલને હાલમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સુપેરે આગળ ધપાવી છે.

આ સમાચાર પણ વાંચો :  Manipur violence : મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદીઓએ એક સૈન્ય કમાન્ડોની હત્યા કરી..

  મુખ્યમંત્રીશ્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અમદાવાદ ખાતે વસુલાત ભવન, સીટી ડે.કલેકટર(પશ્ચિમ)ની કચેરી, ગોતા, એસ.જી. હાઈવે ખાતે તા.૧૮/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ દરમિયાન કચેરી સમય દરમિયાન રાખવામાં આવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version