News Continuous Bureau | Mumbai
Holi Festival Special Train : પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવાર દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:
• ટ્રેન નં. 09091/09092 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ હોળી સ્પેશિયલ (4 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 09091 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 13 અને 14 માર્ચ 2025 (ગુરુવાર અને શુક્રવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 16.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 00.30 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09092 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 14 અને 15 માર્ચ 2025 (શુક્રવાર અને શનિવાર) ના રોજ અમદાવાદથી 06.20 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 15.00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : Train cancel Update : યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. ગોરખપુર સ્ટેશન પર કરાશે નૉન ઈન્ટરલોકિંગ કામ, આ ટ્રેનો થશે પૂર્ણપણે રદ
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, ઉધના, ભરૂચ, વડોદરા અને આણંદ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09091 અને 09092 માટે બુકિંગ 13 માર્ચ, 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.