આ વર્ષે દેશભરના 1300 થી વધુ ICSI વિદ્યાર્થીઓ યુવોત્સવમાં ભાગ લેવા અને બે દિવસ તા.11 અને 12 જાન્યુઆરી, 2025 ના રોજ અનુક્રમે નિરમા યુનિવર્સિટી કેમ્પસ, અમદાવાદ અને ગાંધીનગર ટાઉનહોલ ખાતે 23 પ્રતિભા-આધારિત સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તૈયાર છે.
યુવા ભાવનાની ઉજવણી તરીકે યુવોત્સવ તા.12 જાન્યુઆરી 2025ના રોજ યુવામાર્ચથી શરૂ થશે. ત્યાર બાદ ભાગ લેનારા ICSI વિદ્યાર્થીઓ માટે એક પરિષદનું આયોજન કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
ICSI: ICSI અંગે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) એ ભારતમાં કંપની સેક્રેટરીઝના વ્યવસાયનાં નિયમન અને વિકાસ માટે સંસદનાં કાયદા, એટલે કે કંપની સેક્રેટરીઝ એકટ, 1980 હેઠળ સ્થાપિત એક અગ્રણી વ્યાવસાયિક સંસ્થા છે. તે ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયનાં અધિકાર ક્ષેત્ર હેઠળ કાર્ય કરે છે. સંસ્થા, એક સક્રિય સંસ્થા હોવાને કારણે, કંપની સેક્રેટરીઝ કોર્સનાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને ઉચ્ચ- ગુણવત્તાવાળા શિક્ષણ અને CS સભ્યો માટે શ્રેષ્ઠ ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંસ્થામાં 72,000થી વધુ સભ્યો છે અને લગભગ 2 લાખ વિદ્યાર્થીઓ કાર્યરત છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.