News Continuous Bureau | Mumbai
Ahmedabad: અમદાવાદ જિલ્લામાં ‘ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેંટ એઝ એન્ડ ઘેર રિહેબિલિટેશન એક્ટ-૨૦૧૩’નો અસરકારક રીતે અમલીકરણ થાય છે. તેના અનુસંધાને જિલ્લામાં હજુ પણ ક્યાંય હાથથી મેલુ ઉપાડવાનું કામ થતુ હોય તો તેને રોકવા માટે સરકાર ( Gujarat Government ) શ્રી દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આપને જાણ કરવામાં આવે છે કે, જે સફાઇ કામદારો હાથથી તેમજ માથેથી મેલુ ઉપાડતા હોય તેવા સફાઇ કામદારોની સર્વેની કામગીરી ચાલુ હોઇ,જે દિવસ-૦૭માં શહેરી વિસ્તારમાં રહેતા લોકોએ નગરપાલિકાની કચેરીમાં સેનેટરી ઇસ્પેક્ટર (એસ.આઇ.) અથવા નગરપાલિકા તરફથી નક્કી કરેલ કર્મચારીનો તાત્કાલિક સંપર્ક કરવો. અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
જો નક્કી કરેલ સમય મર્યાદામાં અરજદાર નગરપાલિકામાં/ગ્રામ પંચાયતમાં રજૂઆત કરશે નહી તો ત્યારબાદ પુનઃસર્વેની કામગીરી કરવામાં આવશે નહીં. જેની નોંધ લેવી. આ સર્વેનો હેતુ કોઇ પણ પ્રકારની લોન આપવા કે અન્ય સહાય આપવા માટેનો નથી, પરંતુ જે સફાઇ કામદારો ( cleaning workers ) હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડતા હોય તેવા સફાઇ કામદારોને આ કામગીરીમાંથી મુક્ત કરવાનો હોઇ, તેવા જ સફાઇ કામદારોએ નગરપાલિકા/ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે અને તેઓ કઇ જગ્યાએ હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડે છે તેના પુરાવા સાથે નગરપાલિકા ( Ahmedabad Municipality ) /ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે. એવું જિલ્લા સર્વે સમિતિ તથા કલેકટરશ્રી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: Surat: સુરત રોજગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ યોજના હવે અમલમાં, ઉમેદવારોને મળશે આ તમામ સુવિધાઓ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.