News Continuous Bureau | Mumbai

ITI Kubernagar : આઈ.ટી.આઈ. કુબેરનગરની પ્રિ-પ્લેસમેન્ટ ઝુંબેશને મળ્યો વ્યાપક પ્રતિસાદ, આ ઝુંબેશમાં આટલી અગ્રગણ્ય કંપનીઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહેશે.

ITI Kubernagar: પ્રિ-પ્લેસમેન્ટ ઝુંબેશમાં અગ્રગણ્ય ૮૦ જેટલી કંપનીઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહેશે તે પૈકીની કંપની દ્વારા સંસ્થાના ૩૭૫ જેટલા તાલીમાર્થીની કરી પસંદગી. પ્રિ-પ્લેસમેન્ટ ઝુંબેશમાં ૨૫ જેટલા તાલીમાર્થીઓને સૌથી વધુ પગાર રૂપિયા ૧૯૫૬૦/- ઓમેગા એલિવેટર્સ કંપની તરફથી અપાશે. ‘કુશળ બનો યોગ્ય બનો’ ઉદ્દેશ સાથે ઉદ્યોગોને કુશળ માનવબળ પૂરું પાડતી આઈ.ટી.આઈ.કુબેરનગર

News Continuous Bureau | Mumbai  

ITI Kubernagar : આઈ.ટી.આઈ. કુબેરનગર યુવાનોમાં કૌશલ્યો (સ્કીલ)નો વિકાસ કરી ‘કુશળ બનો યોગ્ય બનો’ના  ઉદ્દેશ સાથે ઉદ્યોગોને કુશળ માનવબળની માગ પૂરી પાડી ઉત્પાદનની ગુણવત્તાની સાથોસાથ સામાજિક વિકાસ થકી દેશના વિકાસમાં સહભાગી બનવા પ્રયત્નશીલ છે.૧૯૫૭થી કાર્યરત આઈ.ટી.આઈ. કુબેરનગર ખાતે ૪૧ જેટલા ટ્રેડમાં ૪૦૦૦થી વધુ તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. આવા યુવા તાલીમ પૂરી થયે નોકરીથી વંચિત ન રહી જાય અને તરત જ ઉદ્યોગૃહો ( Industries ) ખાતે નોકરીમાં જોડાઈ શકે, તે હેતુથી સંસ્થા ખાતે ‘પ્રિ-પ્લેસમેન્ટ- ૨૦૨૪ ( Pre-Placement- 2024 ) નુંઆયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશમાં અમદાવાદ ( Ahmedabad ) અને તેની આસપાસની કેમિકલ, સોલાર, પ્લાસ્ટિક, મિકેનિકલ, ઓટો, લિફ્ટ, આઈ.ટી., કમ્પ્યૂટર અને ઇલેક્ટ્રિકલ ક્ષેત્રે કામ કરતી અગ્રગણ્ય ૮૦ જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેનાર છે. ૪૦ જેટલી કંપની ઉપસ્થિત રહી સંસ્થાના ૩૭૫ જેટલા તાલીમાર્થીઓને માસિક રૂપિયા પંદર થી વીસ હજારના પગારથી અને ૩૫ જેટલા તાલીમાર્થીઓને એપ્રેન્ટિસ તરીકે પસંદ કર્યા છે. 

Join Our WhatsApp Channel
ITI Kubernagar's pre-placement campaign received a massive response, with representatives from leading companies participating in the campaign.

ITI Kubernagar’s pre-placement campaign received a massive response, with representatives from leading companies participating in the campaign.

આ પ્રિ-પ્લેસમેન્ટ ઝુંબેશમાં ૨૫ જેટલા તાલીમાર્થીઓને સૌથી વધુ પગાર રૂપિયા ૧૯૫૬૦/- ઓમેગા એલિવેટર્સ કંપની અમદાવાદ દ્વારા આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Hyundai Motors IPO: દેશનો સૌથી મોટો IPO આવી રહ્યો છે, Hyundai કરી રહી છે મોટી તૈયારી..જાણો શું છે આ પ્લાન.

ઉપરાંત, સંસ્થા ખાતે ચાલતી સ્કીલ વિષયક પ્રવૃત્તિઓથી શાળા કોલેજના વિદ્યાર્થીઓ વાકેફ થાય અને આઈ.ટી.આઈ. ( ITI ) ખાતે જોડાઈને પોતાનાં કૌશલ્યોને નિખારવા આઇ. ટી. આઇ. માં જોડાઈ નોકરી-ધંધો કરી પગભર થઈ શકે તે હેતુંથી ‘સમર સ્કીલ વર્કશોપ’નું ( Summer Skill Workshop )  આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ધો.૮ કે તેનાથી વધુ ભણેલા વિદ્યાર્થીઓ માટે આઈ.ટી.આઈ. કુબેરનગર ખાતે એડમિશન પ્રક્રિયા પણ ચાલી રહી છે, એવું આઈટીઆઈ, કુબેરનગરના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે

ITI Kubernagar’s pre-placement campaign received a massive response, with representatives from leading companies participating in the campaign.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version