News Continuous Bureau | Mumbai
Ahmedabad: હવામાન વિભાગ ( IMD ) દ્વારા હાલમાં હીટવેવ ( Heatwave ) અનુસંધાને રાજ્યમાં જિલ્લાઓને યેલો એલર્ટ તથા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ ( Ahmedabad ) નિવાસી અધિક કલેકટરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, અમદાવાદ જિલ્લાનો ઓરેન્જ એલર્ટમાં ( Orange Alert) સમાવેશ થયો છે. એટલું જ નહીં ઉષ્ણ લહેરની ચેતવણી પણ આપવામાં આવી છે, જેથી જાહેર જનતા વિષયક કામગીરી સબંધે આગામી એક અઠવાડિયા માટે જનસેવા કેન્દ્રોના ( Jan Seva Kendra ) સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સવારે એક કલાક વહેલાં ખૂલશે.
જનસેવા કેન્દ્રોમાં હાલનો સમય ૧૦:૩૦થી ૬:૧૦ના બદલે આગામી એક અઠવાડિયા માટે સવારના ૯:૩૦ થી ૬:૧૦ સુધી નક્કી કરવામાં આવ્યો છે.
સબંધિત જાહેર જનતા તથા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ આ સમયગાળાની નોંધ લેવા અને કામ કરતા કર્મચારીને સુચના પણ આપવામાં આવી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.