Site icon

Leprosy Case Detection Campaign: રક્તપિત્તમુક્ત જિલ્લાના લક્ષ્ય સાથે અમદાવાદનું આરોગ્ય તંત્ર સજ્જ, આવતીકાલથી ચલાવાશે ‘આ’ કેમ્પેઇન..

Leprosy Case Detection Campaign: રક્તપિત્તમુક્ત જિલ્લાના લક્ષ્ય સાથે અમદાવાદનું જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ. 12થી 21 ડિસેમ્બર, 2024 દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નવ તાલુકાનાં 27 ગામોમાં શંકાસ્પદ કેસોની તપાસ કરાશે. આ કેમ્પેઇનમાં જિલ્લાની 64 ટીમ દ્વારા 27 ગામના 7919 પરિવારના 40,737 લોકોની તો એએમસી દ્વારા 177 ટીમ થકી 81,822 લોકોની સઘન આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે લેપ્રસી કેસ ડિટેન્શન કેમ્પેઇન અંગે બેઠક યોજાઈ

 News Continuous Bureau | Mumbai 

Leprosy Case Detection Campaign:  વર્ષ 2027 સુધીમાં રક્તપિત્તમુક્ત ભારતના વિઝનને સાકાર કરવા માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તથા આરોગ્ય તંત્ર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવે છે. રક્તપિત્તનું સમયસર નિદાન થઈ જાય અને યોગ્ય સારવાર મળી જાય તો તેનાથી વહેલીતકે મુક્તિ મેળવી શકાય છે તથા કોઈ પણ જાતની ખોડખાંપણ નિવારી શકાય છે. રક્તપિત્તના શંકાસ્પદ કેસોને શોધીને સારવાર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આગામી 12મી ડિસેમ્બરથી 21 ડિસેમ્બર, 2024 દરમિયાન ‘લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન’ (એલસીડીસી)નું આયોજન કરવામાં આવ્યું છે.  

Join Our WhatsApp Community

જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે લેપ્રસી કેસ ડિટેન્શન કેમ્પેઇન અંગે બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટરશ્રી તથા જિલ્લા ( Ahmedabad ) વિકાસ અધિકારીશ્રીએ કેમ્પેઇનની રૂપરેખા અંગે જાણકારી મેળવીને આ કેમ્પેઇનને વધારે સુવ્યવસ્થિત અને સઘન બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યાં હતાં. 

12થી 21 ડિસેમ્બર, 2024 દરમિયાન આ કેમ્પેઇન ( Leprosy Case Detection Campaign ) અંતર્ગત અમદાવાદ જિલ્લાના નવ તાલુકાનાં 27 ગામોમાં ( Leprosy  ) શંકાસ્પદ કેસોની તપાસ કરાશે. આ કેમ્પેઇનમાં જિલ્લાની 64 ટીમ દ્વારા 27 ગામના 7919 પરિવારના આશરે 40,737 લોકોની આરોગ્યની તપાસ હાથ ધરાશે તો સાથે સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ આ દિવસોમાં 177 ટીમ થકી 81,822 લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ હાથ ધરાશે.

અમદાવાદ જિલ્લોમાં વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં રક્તપિત્તના ( Leprosy Cases ) માત્ર છ નવા કેસ સામે આવ્યા છે. શહેરી વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં રક્તપિત્તના 30 નવા કેસ જોવા મળ્યા છે. અલબત્ત, દર 10,000ની વસ્તીની દૃષ્ટિએ કેસની સંખ્યા જોઈએ તો અમદાવાદ ( Ahmedabad Health System ) જિલ્લામાં રક્તપિત્તનું પ્રમાણ ઘણું નીચું માત્ર 0.08 રહ્યું છે, એટલે ચિંતાજનક નથી, છતાં આ રોગ અંગે લોકજાગૃતિ અને લોકસહકાર ખૂબ જ જરૂરી છે. કુષ્ઠરોગમુક્ત જિલ્લાના લક્ષ્ય સાથે અમદાવાદનું જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સજ્જ છે.

આ સમાચાર પણ વાંચો : Pranab Mukherjee: PM મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને કર્યા યાદ, દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરતા કહી આ વાત.

જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં યોજાયેલી લેપ્રસી કેસ ડિટેન્શન કેમ્પેઇનની બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. શૈલેષ પરમાર, જિલ્લા આરોગ્ય તંત્રના કુષ્ઠરોગ વિભાગના અધિકારીશ્રીઓ, એએમસીના આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ અને જિલ્લા સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sweet Potato in Winter: શક્કરિયાં ખાવાની સાચી રીત: શિયાળાનું આ ‘સુપરફૂડ’ શરીરને આપશે ગજબની તાકાત, જાણો અઢળક ફાયદા!
Spinach Juice: હાડકાં બની જશે ‘લોખંડ’ જેવા મજબૂત! એક અઠવાડિયા સુધી રોજ પીવો આ જ્યૂસ, મળશે અદભુત ફાયદા
Ginger for Weight Loss: પેટની ચરબી ઓગાળવી છે? રસોડા નો આ ‘મસાલો’ છે રામબાણ ઇલાજ! હેલ્ધી ડાયટ સાથે તેનો કરો આ રીતે ઉપયોગ
High-Protein Foods: 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે મસલ્સ રિકવરી માટે આ છે શ્રેષ્ઠ હાઈ પ્રોટીન ફૂડ્સ
Exit mobile version