Site icon News Continuous Bureau | Mumbai

Health Benefits of Arjuna Bark: હૃદયરોગથી લઈને ડાયાબિટીસ સુધી: અર્જુનની છાલ છે અનેક રોગોનો રામબાણ ઈલાજ; જાણો તેના અદભૂત ફાયદા અને સેવનની રીત..

Health Benefits of Arjuna Bark: ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર છે આ ઔષધિ; બ્લડ પ્યુરિફાયર તરીકે પણ કરે છે કામ, જાણો હેલ્થ એક્સપર્ટ્સનો મત.

Health Benefits of Arjuna Bark: From Heart health to Diabetes; know why this Ayurvedic herb is essential for your diet.

Health Benefits of Arjuna Bark: From Heart health to Diabetes; know why this Ayurvedic herb is essential for your diet.

News Continuous Bureau | Mumbai

 આધુનિક જીવનશૈલીમાં વધતા હૃદયરોગ અને ડાયાબિટીસના જોખમ વચ્ચે આયુર્વેદિક ઔષધિ ‘અર્જુનની છાલ’ સંજીવની સમાન સાબિત થઈ રહી છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, અર્જુનની છાલમાં ફ્લેવોનોઈડ્સ, ટેનિન, ટ્રાઈટરપેનોઈડ્સ ઉપરાંત કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જો અર્જુનની છાલને યોગ્ય માત્રામાં અને સાચી રીતે ડાયટમાં સામેલ કરવામાં આવે, તો તે સ્વાસ્થ્યને ચોતરફ લાભ પહોંચાડે છે. તે માત્ર હૃદય જ નહીં, પણ પેટ અને લોહીના શુદ્ધિકરણ માટે પણ અત્યંત ગુણકારી માનવામાં આવે છે.

Join Our WhatsApp Channel

હૃદયના સ્વાસ્થ્ય માટે વરદાન

દિલ સાથે જોડાયેલી ગંભીર બીમારીઓના જોખમને ઘટાડવા માટે આયુર્વેદમાં અર્જુનની છાલનો ઉપયોગ સદીઓથી થાય છે. તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલને કાબૂમાં રાખવામાં મદદરૂપ છે. આયુર્વેદિક નિષ્ણાતોના મતે, તે હાર્ટ બ્લોકેજ અને અન્ય જીવલેણ બીમારીઓના જોખમને ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Bhandup Murder Shocker: ભાંડુપમાં સામાન્ય બોલાચાલીનું લોહીયાળ પરિણામ: ૨૩ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, આરોપી જાલનાથી ઝડપાયો

ડાયાબિટીસ અને પેટની સમસ્યાઓમાં રાહત

અર્જુનની છાલ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ વરદાનરૂપ છે. તે બ્લડ શુગર લેવલને મેન્ટેન કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, જે લોકોને વારંવાર ગેસ, એસિડિટી કે કબજિયાત જેવી સમસ્યાઓ રહેતી હોય, તેમના માટે પણ અર્જુનની છાલનું સેવન અત્યંત ફાયદાકારક છે. તે કુદરતી રીતે લોહીને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે.

મહિલાઓ માટે ઉપયોગી અને સેવનની રીત

મહિલાઓને પિરિયડ્સ દરમિયાન જો વધુ બ્લીડિંગની સમસ્યા થતી હોય, તો ડોક્ટરની સલાહ મુજબ અર્જુનની છાલનું સેવન કરી શકાય છે. તેને દૂધ કે પાણી સાથે ઉકાળીને અથવા તેનો ઉકાળો બનાવીને લઈ શકાય છે. જોકે, કોઈ પણ ઔષધિ શરૂ કરતા પહેલા નિષ્ણાત વૈદ્ય કે ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

Black Coffee Health Benefits એક કપ બ્લેક કોફી સાબિત થઈ શકે છે ગુણકારી સવારે ખાલી પેટે પીવાથી મળે છે આ 5 અદભુત ફાયદા
Food Warning Labels Row પેક્ડ ફૂડ પર લાલ રંગના ચેતવણી લેબલ લગાવવાના નિયમ સામે ફૂડ કંપનીઓનો વિરોધ, સરકાર સમક્ષ ફેરવિચારણાની માંગ; જાણો કારણ..
Yoga For Women Mental Stress Relief ઘર અને નોકરીની દોડધામ વચ્ચે તણાવમુક્ત રહેવું છે? મહિલાઓ રોજ કાઢે માત્ર ૧૫ મિનિટ, આ ૩ યોગાસન આપશે અદભુત માનસિક શાંતિ!
Belly Fat Loss પેટની ચરબી ઝડપથી થશે ગાયબ! સવારે ખાલી પેટે પીવો આ ૩ ચમત્કારિક ડ્રિંક્સ, એક જ અઠવાડિયામાં દેખાશે ફરક
Exit mobile version