Lok sabha election 2024 :
- અમદાવાદની બે લોકસભા બેઠકો પૈકી અમદાવાદ પૂર્વમાં કુલ ૮૯ ફોર્મ ઉપડ્યા જ્યારે અમદવાદ પશ્ચિમ માટે ૫૬ ફોર્મ ઉપડ્યા
- અમદાવાદ પૂર્વ બેઠક માટે આજે પાંચ ફોર્મ રજૂ કરાયા
- તા. ૧૯/૦૪/૨૦૨૪ સુધી રજાના દિવસ સિવાય સવારે ૧૧.૦૦થી બપોરે ૩.૦૦ વાગ્યા દરમિયાન કોરા ઉમેદવારી પત્ર મળશે
લોકસભા ચૂંટણી ( Lok Sabha Election ) ની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમદવાદ ( Ahmedabad ) ની બે બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ માટે અત્યાર સુધીમાં કુલ ૧૪૫ ફોર્મ ઉપડ્યા છે. જે પૈકી અમદાવાદ પૂર્વમાં કુલ ૮૯ ફોર્મ ઉપડ્યા, જ્યારે અમદવાદ પશ્ચિમ માટે ૫૬ ફોર્મ ( Form ) ઉપડ્યા. જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠક ( Lok sabha seat ) માટે બે પક્ષના ઉમેદવારોએ કુલ પાંચ ફોર્મ રજૂ કર્યા છે, જ્યારે અમદાવાદ પશ્ચિમ ( west ) બેઠક પર હજુ એક પણ ફોર્મ રજૂ થયું નથી.
Lok sabha election 2024 : આ તારીખ સુધી ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ૭ – અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ માટે જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૭ અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) અમદાવાદને ચૂંટણી અધિકારી, ૭- અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદની ચેમ્બર, પહેલો માળ, જિલ્લા પંચાયત કચેરી, ભદ્ર, લાલ દરવાજા, અમદાવાદ સમક્ષ તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.
Lok sabha election 2024 : ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે
જ્યારે ૮ – અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ માટે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર જમીન સુધારણા અમદાવાદ રૂમ નં.૧૦૮, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ સમક્ષ તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.
આ સમાચાર પણ વાંચો : Salman Khan: જો સલમાન ખાન ફાયરિંગ કરનાર 47 કલાકમાં પકડાય તો આજ દિવસ સુધી અભિષેકને ન્યાય કેમ નહીં? તેજસ્વીની ઘોસાળકરનો સવાલ…
આ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આગામી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે અને તા.૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે તારીખ ૨૨ એપ્રિલના સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.