News Continuous Bureau | Mumbai
Ahmedabad: આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના હસ્તે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા બોપલ હાટ ( Bopal Haat ) ખાતે ‘આદિ બજાર’ એક્ઝિબિશનનું ( Exhibition ) ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ‘આદિ બજાર’નું આયોજન ભારત સરકારના આદિજાતિ મંત્રાલય અને ટ્રાયફેડ (ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ)ના સહયોગથી કરવામાં આવ્યું છે.
આ આદિ બજાર ( Aadi Bazaar Exhibition ) એક્ઝિબિશનમાં ૩૪થી વધુ સ્ટોલ્સ ભારતની આદિજાતિ સંસ્કૃતિ, કલા-કારીગરી જોવા મળશે. આ એક્ઝિબિશન ૧૧ ઓગસ્ટ સુધી બોપલ હાટમાં સવારના ૧૧ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

Minister of Tribal Development in Ahmedabad Shri Dr. Kuberbhai Dindor inaugurates ‘Adi Bazar’ Exhibition at Bhopal Haat
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ( TRIFED ) એ ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય ( Ministry of Tribal Affairs ) હેઠળની એક અગ્રણી સંસ્થા છે, જે આદિવાસી સમુદાયોને સશક્તિકરણ કરવા અને તેમની અનન્ય કલા, સંસ્કૃતિ અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ નોડલ એજન્સી તરીકે, TRIFED તેમની વર્ષો જૂની પરંપરાઓને જાળવી રાખીને આદિવાસી લોકો માટે જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબદ્ધ છે.

Minister of Tribal Development in Ahmedabad Shri Dr. Kuberbhai Dindor inaugurates ‘Adi Bazar’ Exhibition at Bhopal Haat
આ સમાચાર પણ વાંચો : Wayanad landslide: વાયનાડ દુર્ઘટના બાદ સરકારનું મોટું પગલું, આ છ રાજ્યોને મળશે ગ્રીન પ્રોટેક્શન ? જાણો એનો અર્થ શું છે..
આ ( Aadi Bazaar) કાર્યક્રમમાં ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના રિજનલ મેનેજર શ્રી અજીતભાઇ વાછાણી તેમજ વિવિધ રાજ્યમાંથી આવેલા કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.