NIPER Ahmedabad: નાઇપર અમદાવાદ, ગાંધીનગર અને આઇટીઆરએ, જામનગર વચ્ચે એમઓયુ પર થયા હસ્તાક્ષર

NIPER Ahmedabad: નાઇપર અમદાવાદ, ગાંધીનગર અને આઇટીઆરએ, જામનગરે સહયોગી સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સીમાચિહ્નરૂપ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

MoU signed between NIPER Ahmedabad, Gandhinagar and ITRA, Jamnagar

NIPER Ahmedabad: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઇપર) અમદાવાદ, ગાંધીનગર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇટીઆરએ), જામનગર દ્વારા આયુર્વેદ સાથે આધુનિક ફાર્માસ્યુટિકલ વિજ્ઞાનને એકરૂપ કરવાના હેતુથી સહયોગ માટેનું માળખું સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક ભાગીદારી વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં સંશોધન, શિક્ષણ અને નવીનતાને આગળ વધારવા બંને મુખ્ય સંસ્થાઓની કટિબદ્ધતાને રેખાંકિત કરે છે.

Join Our WhatsApp Community

 

એમઓયુના મુખ્ય ઉદ્દેશો છે

આ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે નાઇપર અમદાવાદ અને આઇટીઆરએ જામનગર નીચે મુજબની પહેલો હાથ ધરશે.

આ સમાચાર પણ વાંચો:Ayushman Bharat: ઓડિશામાં આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ, જેપી નડ્ડાની હાજરીમાં MOU પર હસ્તાક્ષર; PM મોદીએ આપ્યા અભિનંદન…

હસ્તાક્ષર સમારોહ દરમિયાન નાઇપર અમદાવાદના નિયામક પ્રો. શૈલેન્દ્ર સરાફે નવીન હેલ્થકેર સોલ્યુશન્સ તૈયાર કરવા આધુનિક વિજ્ઞાન સાથે પરંપરાગત જ્ઞાનને સંકલિત કરવાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આઈ.ટી.આર.એ. જામનગરના ઈન્ચાર્જ  નિયામક પ્રો.બી.જે.પટગિરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ભાગીદારી આયુર્વેદિક પદ્ધતિઓ અને ફોર્મ્યુલેશનના માનકીકરણ, માન્યતા અને ક્લિનિકલ સંશોધનમાં પ્રગતિનો માર્ગ મોકળો કરશે.

તેમની મુલાકાત દરમિયાન, નાઇપરના પ્રતિનિધિઓએ ડબ્લ્યુએચઓ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (જીટીએમસી) ની મુલાકાત લીધી  હતી અને તેના પ્રતિનિધિઓ સાથે રાઉન્ડટેબલ ચર્ચામાં ભાગ લીધો હતો.

આ બેઠકમાં દવાઓની માન્યતા અને માનકીકરણને વધારવા માટે ભાવિ સહયોગ માટેની તકોની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં પુરાવા આધારિત પદ્ધતિઓને સંકલિત કરવા અને નવીન હેલ્થકેર સોલ્યુશન્સ વિકસાવવા માટે આધુનિક વિજ્ઞાન સાથે પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓને દૂર કરવાનાં મહત્ત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.         

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Fake TTE: જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Vadnagar: 31 ઓગસ્ટ 2025 સુધીમાં 95,658 લોકોએ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Exit mobile version