Nehru Yuva Kendra Ahmedabad: નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદે ડ્રગ વ્યસન અને પદાર્થ દુરુપયોગ વિષય પર વર્કશોપનું કર્યું આયોજન, પ્રતિભાગી યુવાનો માટેકરવામાં આ વ્યવસ્થા.

Nehru Yuva Kendra Ahmedabad: નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા ડ્રગ વ્યસન અને પદાર્થ દુરુપયોગ વિષય પર એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરાયું

by Hiral Meria
Nehru Yuva Kendra Ahmedabad organized a workshop on drug addiction and substance abuse

News Continuous Bureau | Mumbai

Nehru Yuva Kendra Ahmedabad: ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત જિલ્લા યુવા અઘિકારી કાર્યાલય, નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા મેરા યુવા ભારત (માયભારત)ના નેજા હેઠળ પ્રિતેશ કુમાર ઝવેરી, જિલ્લા યુવા અઘિકારી, અમદાવાદના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ડ્રગ વ્યસન ( Drug addiction ) અને પદાર્થ દુરુપયોગ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન યુવક વિકાસ ટ્રસ્ટ, અમદાવાદના સભાગાર ખાતે ભારત સરકારના નશામુકત ભારત અભિયાન માટે સમર્પિત નશાબંધી મંડળ, ગુજરાતના વિશેષ સહયોગથી થયું.   

Nehru Yuva Kendra Ahmedabad organized a workshop on drug addiction and substance abuse

Nehru Yuva Kendra Ahmedabad organized a workshop on drug addiction and substance abuse

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નશાબંધી મંડળ રાજ્ય સ્તરીય સંયોજન સમિતિના રાજ્ય સંયોજક તન્મય ચેટર્જી દ્વારા પોતાના વિશેષ વ્યાખ્યાનમાં ડ્રગ અને પદાર્થ દુરુપયોગ ( Substance Abuse ) વ્યસન કે લત લાગવાના કારણો, તેનો ઉદ્ભવ અને તેના નિવારણ અંગે વિસ્તારે સમજૂતી આપી, ત્યાંજ તેમની કચેરીના દસ્તાવેજીકરણ અધિકારી પ્રિયાંક સોલંકીએ પણ AV માધ્યમથી વિષય અનુરૂપ પ્રસ્તુતિ આપી. સાથે જ આ કાર્યક્રમમાં વક્તા તરીકે ઉપસ્થિત યુવક વિકાસ ટ્રસ્ટના વિક્રમસિંહ રાઠોડ અને ભારતીય સમુદાય શિક્ષણ સંઘના વિમળાબેન મકવાણા દ્વારા પણ વર્કશોપમાં ઇન્ટરેક્ટિવ સેશન દ્વારા પ્રતિભાગી યુવાનોને વિષે અનુરૂપ પ્રેક્ટિકલ માહિતી આપી તેઓનું જ્ઞાન વર્ધન કર્યું.

Nehru Yuva Kendra Ahmedabad organized a workshop on drug addiction and substance abuse

Nehru Yuva Kendra Ahmedabad organized a workshop on drug addiction and substance abuse

ઉલ્લેખનીય છે કે, જિલ્લા યુવા અધિકારી દ્વારા ભગવાન બિરસા મુંડા જયંતીને અનુલક્ષીને જન જાતીય જાગરૂકતા દિવસ અંગે પણ પ્રતિભાગી યુવાનોને ( Mera Yuva Bharat ) આ રાષ્ટ્રીય અગત્યતા ધરાવતા દિવસ વિષે વિસ્તારે માહિતી આપી, તેઓને બિરસા મુંડાના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લેવા માટે પણ પ્રેરિત કર્યા.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Bodoland Mahotsav: PM મોદી આજે પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું કરશે ઉદઘાટન, આ વિષય પરનું સત્ર કાર્યક્રમનું બનશે મુખ્ય કેન્દ્ર.

કાર્યક્રમમાં આયોજક અને અતિથિગણ તથા પ્રતિભાગિયો દ્વારા ટ્રસ્ટ પાંગણમાં ‘એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી, અન્ય લોકો અને યુવાનોને પણ મોટા પાયે જોડવા પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમમાં પ્રતિભાગી યુવાનો માટે નેહરુ યુવા કેન્દ્ર ( Nehru Yuva Kendra Ahmedabad ) દ્વારા અલ્પાહાર અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજનાના કાર્યક્રમ અધિકારી ડૉ. ગોપાલ લકુમે વિશેષરૂપે હાજર રહી યુવાનોનું માર્ગદર્શન કરેલ અને જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More