News Continuous Bureau | Mumbai
21 જાન્યુઆરીએ રાતે શહેર પોલીસ દ્વારા નાઈટ મેરેથોન યોજવામાં આવી છે. જેનું રજીસ્ટેશન શરુ કરી દેવાયુ છે. આ મેરેથોનમાં લગભગ 75 હજાર લોકો ભાગ લે તેવો અંદાજ છે. જો કે મેરેથોનમાં ભાગ લેનારા તમામ લોકોને શહે૨ પોલીસ દ્વારા ફ્રીમાં ટી શર્ટ, ટાઈમર ચિપ અને નંબરની કીટ આપવામાં આવી છે.
જેનું વિતરણ રાજપથ કલબની પાછળ આવેલા પંડિત દિન દયાળ હોલ ખાતેથી શરુ કરી દેવામાં આવ્યુ છે. રિવર ફ્રન્ટ ખાતે તા.21 મી જાન્યુઆરીએ યોજાનારી શહેર પોલીસની આ મેરેથોનને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ફલેગ ઓફ કરાવશે. આ મેરેથોનમાં યંગસ્ટર તેમજ સેલિબ્રિટી સહિત 75 હજાર લોકો ભાગ લેવાના છે. જેના માટેનું રજીસ્ટેશન શરુ કરી દેવામાં આવ્યું છે. લગભગ 72 હજાર લોકોએ તો મેરેથોનમાં ભાગ લેવા માટે રજીસ્ટેશન પણ કરાવી દીધુ છે. જો કે રજીસ્ટેશન કરાવનારા તમામ લોકોને શહેર પોલીસ દ્વારા ફ્રી માં કીટ આપવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: પિતા બાદ હવે પુત્રનો જેલભેગા થવાનો વારો? નવાબ મલિક બાદ હવે પુત્ર ફરાઝ વિરુદ્ધ કેસ દાખલ,આ કેસમાં થઈ શકે છે ધરપકડ..
જેનું વિતરણ પંડિત દિન દયાલ હોલ ખાતે સવારે 9 વાગ્યા થી રાતના 9 વાગ્યા સુધી તા.17 જાન્યુઆરીથી શરુ કરી દેવાયું છે. જ્યારે તા.20 જાન્યુઆરી સુધી ફ્રી કીટનું વિચરણ ચાલુ રહેશે. આ ઉપરાંત મેરેથોનમાં ભાગ લેનારા લોકો માટે પંડિત દિન દયાળ હોલ ખાતે રજીસ્ટેશન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મેરેથોનના રુટ ઉપર જુદી જુદી થીમ ઉપર 8 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદને નશામાંથી મુકત કરવાની થીમ ઉપર વધારે ભાર મુકવામાં આવ્યો છે.